Connect Gujarat
અમદાવાદ 

સીએમ ભુપેન્દ્ર પટેલે હોસ્પીટલમાં સારવાર લઈ રહેલા પૂર્વ મહેસુલ મંત્રીના પૂછ્યા ખબર-અંતર

સીએમ ભુપેન્દ્ર પટેલ તેમને મળવા હોસ્પિટલ પહોંચ્યા, પૂર્વ મહેસુલ મંત્રી કૌશિક પટેલની તબિયત વિશે જાણકારી મેળવી

સીએમ ભુપેન્દ્ર પટેલે હોસ્પીટલમાં સારવાર લઈ રહેલા પૂર્વ મહેસુલ મંત્રીના પૂછ્યા ખબર-અંતર
X

રાજ્યના પૂર્વ મહેસુલ મંત્રી કૌશિક પટેલની તબિયત નાદુરસ્ત થતા તેમને અમદાવાદ યુ. એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે આજે સીએમ ભુપેન્દ્ર પટેલ તેમને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમની તબિયત વિશે જાણકારી મેળવી હતી.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અગ્રણી અને પૂર્વ મહેસૂલ મંત્રી કૌશિક પટેલના સ્વાસ્થ્યના ખબર અંતર પૂછવા તેની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ કૌશિક પટેલની સારવાર કરી રહેલા તબીબો સાથે પણ વાતચીત કરી હતી અને વિગતો જાણી હતી. કૌશિક પટેલ ત્વરાએ સ્વસ્થ થઈ જાય તેવી શુભેચ્છાઓ પણ મુખ્યમંત્રીએ પાઠવી હતી. આ મુલાકાત દરમિયાન સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story