Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં રખડતા ઢોર મુદ્દે CM ભુપેન્દ્ર પટેલ એક્શનમાં, રિપોર્ટ રજૂ કરવા આદેશ

શહેરી વિકાસ વિભાગને મુખ્યમંત્રીએ મોટો આદેશ કરતાં જણાવ્યું છે કે રખડતા ઢોર મુદ્દે ની કામગીરીનો એક અઠવાડિયામાં રિપોર્ટ સીધો CMને કરવામાં આવે.

રાજ્યમાં રખડતા ઢોર મુદ્દે CM ભુપેન્દ્ર પટેલ એક્શનમાં, રિપોર્ટ રજૂ કરવા આદેશ
X

રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહિમામ છે. તો બીજી બાજુ તંત્ર ઉદાસીન. રસ્તા પર ફરતા પશુઓના કારણે વાહનચાલકો, રાહદારીઓ અને નાના બાળકોથી લઈને વૃદ્ધો ભોગ બની રહ્યા છે. ત્યાં રખડતા પશુના મુદ્દે રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે.

શહેરી વિકાસ વિભાગને મુખ્યમંત્રીએ મોટો આદેશ કરતાં જણાવ્યું છે કે રખડતા ઢોર મુદ્દે ની કામગીરીનો એક અઠવાડિયામાં રિપોર્ટ સીધો CMને કરવામાં આવે.શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રખડતા પશુ થી અકસ્માત ના વધતાં બનાવ બાદ આ કડક સૂચના આપવામાં આવી છે. આ આદેશ બાદ રખડતાં ઢોર પકડવાની કામગીરી વધુ ઝડપે થશે કારણ કે રિપોર્ટમાં કામ દેખાડવું પણ જરૂરી છે 13 ઓગસ્ટના રોજ પૂર્વ નાયબ મુખ્યમંત્રીને મહેસાણાના કડીમાં ઢોર અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી હતી. તો વળી પોરબંદરમાં પણ તિરંગા યાત્રા દરમિયાન મુખ્યમંત્રીને પણ રખડતા ઢોર નો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં નઘરોળ તંત્ર ઢોર નિયંત્રણ અને ફક્ત મોટા મોટા દાવાઓ કરે છે પણ વાસ્તવિક્તા તો કંઈક અલગ જ છે તો રાજ્યના અનેક જિલ્લામાં પણ રખડતાં ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે

Next Story