Connect Gujarat
ગુજરાત

સી.એમ.ભુપેન્દ્ર પટેલની અધિકારીઓને ચેતવણી,લોકોએ કામ માટે બીજો ધક્કો ખાવો ન પડે !

જનતા માટે કામ કોઈ જ પ્રકારનો વિલંબ ન કરવામાં આવે, જો લોકોનું કામ ન થાય તો પહેલાથી જ ના પાડી દેવી

સી.એમ.ભુપેન્દ્ર પટેલની અધિકારીઓને ચેતવણી,લોકોએ કામ માટે બીજો ધક્કો ખાવો ન પડે !
X

ગુજરાત રાજ્યના નવ નિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે ગઢડા શહેરમાં આવેલ બી.એપીએસ સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે આવ્યા હતા.જ્યાં તેમની સાથે ધારાસભ્ય આત્મારામ પરમાર ,ધારાસભ્ય સૌરભ પટેલ સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી દ્વારા મંદિર ખાતે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી મુર્તીનો અભિષેક કર્યો હતો અને ત્યારબાદ મદિરમાં આવેલ વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે મંદિરના સંતો દ્વારા મુખ્યમંત્રીને પુષ્પગુછ આપી સ્વાગત કર્યું હતું મુખ્યમંત્રીએ એક સભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે જનતા માટે કામ કોઈ જ પ્રકારનો વિલંબ ન કરવામાં આવે, જો લોકોનું કામ ન થાય તો પહેલાથી જ ના પાડી દેવી આવે, નીતિ નિયમ બતાવીને કોઈને હેરાન ન કરવામાં આવે,

કામ ન થાય તો મોઢે જ કહી દેવાનું જો કામ ન થાય તો પહેલા દિવસે ન થાય બે વર્ષ પછી એ જ કામ થાય તેવું શું કામ કરવું. મુખ્યમંત્રીએ અધિકારીઓને ચેતણવણી આપતા જણાવ્યું કે કોઇપણ માણસ સરકાર સુધી આવે અને તેની તકલીફ અમારા સુધી પહોંચે ત્યારે એનું જે કામ હોય તેમાં તેને બીજો કોઇ ધક્કો ન ખાવો પડે તેવો અમારો પ્રયાસ રહેશે. મુખ્યમંત્રીએ સાામાન્ય લોકોને મુશ્કેલી ન પડે તે માટે અધિકારીઓને કડક સુચના પણ આપી હતી કહ્યું કે નીતિ નિયમોમાં શબ્દોની મારામારી હોય તો શબ્દો જ સુધારી નાખીએ. સરકારને જ્યાં લોકોની પડખે ઉભા રહેવાનું હશે ત્યાં ઉભી રહેશે, જ્યાં સુધી PM મોદી હશે ત્યાં સુધી વિકાસના કામ નહીં આમ મુખ્યમંત્રીએ બોટાદની મુલાકાત દરમિયાન જનતાના વિકાસ માટે અને જનતાના હિત માટે નિર્ણય લેવા અધિકારીઓને જણાવ્યું હતું

Next Story