Connect Gujarat
ગુજરાત

હવાઇ ઉડ્ડયન ક્ષેત્રે ભાવનગર માટે નવા અધ્યાયની શરૂઆત, મુખ્યમંત્રી-કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીએ કર્યું વર્ચ્યુઅલ ફ્લેગ ઓફ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાવનગરથી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની નવી સીધી વિમાની સેવાની શરૂઆત વર્ચ્યુઅલ ફ્લેગ ઓફ કરીને કરાવી હતી.

હવાઇ ઉડ્ડયન ક્ષેત્રે ભાવનગર માટે નવા અધ્યાયની શરૂઆત, મુખ્યમંત્રી-કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીએ કર્યું વર્ચ્યુઅલ ફ્લેગ ઓફ
X

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાવનગરથી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની નવી સીધી વિમાની સેવાની શરૂઆત વર્ચ્યુઅલ ફ્લેગ ઓફ કરીને કરાવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય ઉડ્ડયન રાજ્યમંત્રી જનરલ ડો. વી.કે. સિંઘ, સાંસદ સર્વ સી.આર.પાટીલ, ભારતી શિયાળ અને મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાવરી દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાવનગર ખાતે નવી શરૂ થયેલી ફ્લાઇટના શુભારંગ પ્રસંગે કહ્યું કે, ભાવનગર માટે નવો અધ્યાય લખાવાં જઈ રહ્યો છે. ગુજરાતની વિકાસની નવી ઉંચાઇઓને આંબી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક સાથે ૩ વિમાની કનેક્ટિવિટી રાજ્યને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, કનેક્ટિવિટી વિકાસને આગળ વધારે છે, જ્યાં કનેક્ટિવિટી ઘટે છે ત્યાં વિકાસ રૂંધાય છે. આ મહત્વને પારખીને રાજ્ય સરકારે વધુને વધુ એરપોર્ટ અને એરસ્ટ્રીપ વિકસાવીને રાજ્યની ક્ષમતાને વિશ્વ ફલક પર લઈ જવાં માટે વધુને વધુ કનેક્ટિવિટી પર ભાર મૂક્યો છે.

ભાવનગર એરપોર્ટ ખાતેથી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની નવી સીધી વિમાની સેવાની શરૂઆત ગાંધીનગરથી વર્ચ્યુઅલ રીતે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા (દિલ્હીથી વર્ચ્યુઅલ રીતે) સાથે ફ્લેગ ઓફ કરાવતાં તેમણે કહ્યું કે, આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી ભાવનગરના ઘોઘાથી દહેજ સુધી રો-રો ફેરી અને ઘોઘા થી સુરતની રો-પેક્ષ ફેરીની શરૂઆત દરિયાઈ માર્ગે કરાવી હતી અને હવે આજે ભાવનગરથી સીધા દિલ્હી અને મુંબઈ હવાઈ સેવાની શરૂઆત થઈ રહી છે. ભાવનગર શહેર જમીન માર્ગ, જળમાર્ગથી જોડાયેલું તો હતું જ, હવે આજથી હવાઈ માર્ગે પણ જોડાઈ ગયું છે. આમ, ત્રણેય પ્રકારની યાતાયાતથી હવે ભાવનગર જોડાઇ ગયું છે, ત્યારે ગુજરાતી ન માત્ર એર કનેક્ટિવિટી વિકસિત કરી છે. પરંતુ રોડ-રસ્તા રેલવે એમ તમામ પ્રકારની કનેક્ટિવિટી વિકસિત કરી છે. રાજ્યમાં ૧૬ એરપોર્ટ કાર્યરત છે. આ ઉપરાંત પાણીમાં પણ સી- પ્લેન માટે બે એરોડ્રામ વિકસિત કર્યા છે. તેના દ્વારા ગુજરાતના પવિત્ર યાત્રાધામો અને કેવડિયા જેવાં પ્રવાસધામોને પણ જોડીને વિકાસના દ્વાર ખોલ્યાં છે.

Next Story