Connect Gujarat
ગુજરાત

પેટ્રોલ-ડિઝલ બાદ હવે CNGના ભાવમાં વધારો, CNG ગેસના ભાવમાં 2.50 રૂપિયાનો તોતિંગ વધારો

પેટ્રોલ-ડિઝલ બાદ હવે CNGના ભાવમાં વધારો, CNG ગેસના ભાવમાં 2.50 રૂપિયાનો તોતિંગ વધારો
X

પેટ્રોલ-ડિઝલ બાદ હવે CNGના ભાવમાં વધારો કરાતા સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે, ત્યારે આજે પણ CNG ગેસના ભાવમાં 2.50 રૂપિયાનો તોતિંગ વધારો ઝિંકાતા નાગરિકોને નવા વર્ષના પ્રથમ દિવસે જ ઝટકો લાગ્યો છે ત્યારે સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે સીએનજીના ભાવમાં રૂ.2.50નો વધારો નોંધાવા સાથે જ ભાવ રૂ. 70.09 થયો છે. એક વર્ષમાં સીએનજીનો ભાવ રૂ.53.7થી વધીને 70.09 સુધી પહોંચ્યો છે. એક વર્ષમાં જ સીએનજીના ભાવમાં 18 વખત વધારો થયો છે.

અદાણીએ CNG સાથે ઘર વપરાશના PNGમાં પણ ભાવ વધારો કર્યો છે. PNGમાં 1.60 MMBTU સુધીના વપરાશ પર રૂ.56નો વધારો કર્યો છે. જેને લઈને PNG ગેસનો ઓછો વપરાશ કરનારના બિલમાં અસર થશે. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે અદાણીએ CNGના ભાવમાં પણ રૂ. 2.50નો કર્યો છે વધારો

1લી જાન્યુઆરીથી શરૂ થતા નવા વર્ષની સાથે લોકો પર મોંઘવારીનો વધુ એક માર પડવાની શરૂઆત થઇ ચૂકી છે. નવા વર્ષની શરૂઆત સાથે CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં CNGના ભાવમાં 2.50 રૂપિયાનો વધારો થયો છે. અમદાવાદમાં CNGના ભાવ 70ને પાર પહોંચ્યા છે. CNGના ભાવ વધતા લોકોને વધુ બોજો પડે એવી શક્યાતો દર્શાવાઇ રહી છે

Next Story