Connect Gujarat
ગુજરાત

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી સ્થિતિ ,દિગ્ગજ નેતા કૈલાશ ગઢવીએ આપ્યું રાજીનામું

કૈલાસ ગઢવીએ રાજીનામું આપતા કોંગ્રેસમાં વધુ એક ગાબડું પડ્યું છે. કૈલાશ ગઢવી આપ માં જોડાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, સીએ કૈલાશ ગઢવી કોંગ્રેસ પ્રવક્તા રહી ચૂક્યા છે.

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી સ્થિતિ ,દિગ્ગજ નેતા કૈલાશ ગઢવીએ આપ્યું રાજીનામું
X

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ ઉભી થઇ છે. ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ઉકળતા ચરું ની સ્થિતિ સામે આવી છે. કોંગ્રેસના નેતા કૈલાશ ગઢવી કોંગ્રેસમાંથી રાજીનામું આપી આપ્યું છે. પ્રદેશ કોંગ્રેસ પર રોષ ઠાલવી રાજીનામું આપ્યું. આ અંગે તેઓએ પાર્ટી વિરુદ્ધ ટ્વિટ કરીને બળાપો કાઢ્યો હતો.કોંગ્રેસમાં એક બાદ એક નારાજગીનો સૂર ઊઠી રહ્યા છે. અહેમદ પટેલના દિકરા એ અગાઉ ટ્વિટ કરીને કોંગ્રેસ થી નારાજગી વ્યક્ત કરી હતી.


ત્યારે હવે કૈલાસ ગઢવીએ રાજીનામું આપતા કોંગ્રેસમાં વધુ એક ગાબડું પડ્યું છે. તેઓએ ટ્વિટ કરતા જણાવ્યું કે સત્તા મેળવવા માટે કે સરકાર બનાવવા માટે કટ્ટર સંકલ્પના અભાવમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનું નેતૃત્વ ગુજરાતમાં સરકાર બનાવવામાં રહ્યું છે. જેના કારણે સૌથી વધુ નુકસાન જમીની સ્તર સાથે જોડાયેલા એ કાર્યકર્તાઓને થાય છે જેઓ દિવસ રાત મહેનત કરે છે. હવે બહુ થાક થયો, ચાલો કંઇક નવું કરીએ. તો બીજી તરફ મળતી માહિતી મુજબ કૈલાશ ગઢવી પક્ષના 10 થી 15 જેટલા હોદ્દેદારો પણ કોંગ્રેસ છોડશે.

તો બીજી તરફ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કૈલાશ ગઢવી આપ માં જોડાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, સીએ કૈલાશ ગઢવી કોંગ્રેસ પ્રવક્તા રહી ચૂક્યા છે. પ્રોફેશનલ કોંગ્રેસના વડા પણ રહી ચૂક્યા છે. કૈલાશ ગઢવી થોડા દિવસ પહેલા અરવિંદ કેજરીવાલને મળી ચૂક્યા છે. ત્યારે તે આપ માં જોડાઈને નવાજૂની કરવાના એંધાણ કરે તો નવાઈ નહીં.

Next Story