Connect Gujarat
ગુજરાત

ભાજપના માર્ગે કોંગ્રેસ ! ગુજરાતમાં કોંગ્રેસનું નવું અભિયાન "'મારું બુથ મારું ગૌરવ'

રાજ્યમાં ચૂંટણી માહોલ જામ્યો છે. દર વખતે રહી રહીને જાગતી કોંગ્રેસ પણ હવે પહેલાથી જ એક્શન મોડમાં આવી ગઇ છે.

ભાજપના માર્ગે કોંગ્રેસ ! ગુજરાતમાં કોંગ્રેસનું નવું અભિયાન મારું બુથ મારું ગૌરવ
X

રાજ્યમાં ચૂંટણી માહોલ જામ્યો છે. દર વખતે રહી રહીને જાગતી કોંગ્રેસ પણ હવે પહેલાથી જ એક્શન મોડમાં આવી ગઇ છે. કોંગ્રેસના નિરીક્ષક અશોક ગેહલોત હાલ ગુજરાત પ્રવાસે છે ત્યારે ચૂંટણી ક્ષણી વ્યૂહરચનાને લઈ ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. હવે કોંગ્રેસ પણ ભાજપના રસ્તે જઈ સંગઠન વધુ મજબૂત કરવા તરફ ધ્યાન આપશે. તેને લઈને બૂથ મેનેજમેન્ટ માટે પ્રદેશ કોંગ્રેસે વ્યૂહરચના ઘડી છે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા 'મારું બુથ મારું ગૌરવ' કેમ્પેઇન હેઠળ બુથોને મજબૂત કરવામાં આવશે. ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં 52 હજાર બુથની વિગતો એકત્ર કરશે. તાલુકા પ્રમુખોને આજથી જ ચૂંટણી પ્રચારમાં લાગી જવા જરૂરી સૂચના આપી દેવામાં આવી છે. એક તરફ ગુજરાત કોંગ્રેસ ચૂંટણી પ્રચારમાં નબળી પડતી હોય તેવુ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતા માની રહ્યાં છે. આમ આદમી પાર્ટીને મુખ્ય વિપક્ષની ભૂમિકામાં લોકો જોઈ રહ્યા છે.. સુસુપ્ત અવસ્થા મા દેખાતી કોંગ્રેસે 125 સીટ જીતવાનો પ્લાન ઘડ્યો છે. ટૂંક સમય પહેલા કોંગ્રેસની રાજસ્થાન ઉદયપુર ખાતે મહત્વની ચિંતન શિબિર મળી હતી.

ત્યારે ઉદયપુર માં મળેલી કોંગ્રેસની ચિંતન શિબિરમાં ગયેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધી અને અન્ય નેતાઓ સાથે મળીને ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણી અંગે પણ ચર્ચા કરી હતી. આ ચર્ચાના આધારે કોંગ્રેસ મિશન 2022ની રણનીતિ માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે ચૂંટણી પ્રચાર અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. ચિંતન શિબિરમાં થી પરત ફરેલા નેતાઓએ તેમના ચૂંટણીલક્ષી આયોજન અંગે વાત કરી અને તેમનો માસ્ટર પ્લાન જણાવ્યો હતો. જેમાં ભાજપના પેજ પ્રમુખ સામે કોંગ્રેસે ગ્રામ સેવક અને જન મિત્ર બનાવ્યા છે

Next Story