Connect Gujarat
ગુજરાત

શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી મનીષ સિસોદિયા સામસામે, શિક્ષણની ગુણવત્તા અંગેનો વિવાદ વધુ વકર્યો

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ગઈકાલે શિક્ષણ બાબતે એક નિવેદન આપતા કહ્યું હતુ કે જેને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગતું હોય તે ગુજરાત છોડીને સારું લાગે ત્યાં જતા રહે.

શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી મનીષ સિસોદિયા સામસામે, શિક્ષણની ગુણવત્તા અંગેનો વિવાદ વધુ વકર્યો
X

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ગઈકાલે શિક્ષણ બાબતે એક નિવેદન આપતા કહ્યું હતુ કે જેને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગતું હોય તે ગુજરાત છોડીને સારું લાગે ત્યાં જતા રહે. વાઘાણીના આ નિવેદન સામે પલટવાર કરતાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા જણાવ્યું હતુ કે, ભાજપ 27 વર્ષમાં પણ સારું શિક્ષણ આપી શક્યું નથી, લોકોએ ગુજરાત છોડવાની જરૂર નથી. ગુજરાતમાં "આપ" ની સરકાર બનશે અને ગુજરાતમાં પણ દિલ્હી જેવું શ્રેષ્ઠ શિક્ષણ હશે

.દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા શિક્ષણ બાબતે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વીટ કરીને ગુજરાતની જનતાને કહ્યું હતું કે લોકોએ ગુજરાતી છોડવાની જરુર નથી. આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા વાઘાણીને ગુજરાતના અને દિલ્હીના શિક્ષણ મોડલ અંગે લાઇવ ડિબેટ કરવા માટેનું પણ આમંત્રણ પાઠવી ચૂક્યા છે જિતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, જન્મ્યા ગુજરાતમાં, રહેવું ગુજરાતમાં, ધંધો અહીં કર્યો, છોકરા અહીં ભણ્યા. હવે બીજે સારું લાગતું હોય તો મારી વિનંતી છે.

પત્રકારોની હાજરીમાં.જેને બીજે સારું લાગતું હોય ને તેઓ છોકરાના સર્ટિફિકેટ લઇ જે દેશ અને જે રાજ્યમાં સારું લાગતું હોય ત્યાં જતા રહો.આપના પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલે કહ્યું હતું કે હું ફરીથી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને યાદ કરાવી દઉં કે અમારા આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા આપને ગુજરાતના અને દિલ્હીના શિક્ષણ મોડલ અંગે લાઇવ ડિબેટ કરવા માટેનું આમંત્રણ પાઠવ્યું છે. તમે કહો એ સ્થળ તમે કહો એ સમય અને તમે નક્કી કરો એક દિવસ અમે તૈયાર છીએ અને આપની સાથે ડિબેટમાં દિલ્હી શિક્ષણ મંત્રી અને ઉપ-મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આવી જશે

Next Story
Share it