Connect Gujarat
ગુજરાત

ગુજરાતની શાળાઓમાં કોરોના વિસ્ફોટ, 40 દિવસમાં 1100 વિદ્યાર્થી પોઝિટિવ આવતા વાલીઓ ચિંતામાં મુકાયા.

ગુજરાત રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ વધ્યું છે.

ગુજરાતની શાળાઓમાં કોરોના વિસ્ફોટ, 40 દિવસમાં 1100 વિદ્યાર્થી પોઝિટિવ આવતા વાલીઓ ચિંતામાં મુકાયા.
X

ગુજરાત રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ વધ્યું છે. તા. 1 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં કુલ 1100 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યાગુજરાતની શાળાઓમાં કોરોના વિસ્ફોટ, 40 દિવસમાં 1100 વિદ્યાર્થી પોઝિટિવ આવતા વાલીઓ ચિંતામાં મુકાયા... છે. જેમાં સૌથી વધુ સુરતમાં 532 જેટલા વિદ્યાર્થીઓ પોઝિટીવ આવ્યા છે.

દેશમાં કોરોના સંક્રમણ હાલ વાયુવેગે ફેલાઈ રહ્યું છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જોકે, સૌથી વધારે ચિંતાજનક બાબત એ છે કે, રાજ્યની શાળાઓમાં કોરોના કેસ વધી રહ્યા છે. હાલ તો સરકારે ધોરણ 1થી 9ના વર્ગો તા. 31 જાન્યુઆરી સુધી બંધ કરી દીધા છે. તેમ છતાં અત્યાર સુધીમાં ધરખમ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ થયા છે.રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓમાં જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે, તે હવે એક ચિંતાનો વિષય બન્યો છે. કારણ કે, તા. 1 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં 1100 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં સૌથી વધારે કેસ સુરતના છે, જ્યાં કુલ 532 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજા નંબરે રાજકોટ આવે છે, જ્યાં અત્યાર સુધીમાં 80 વિદ્યાર્થીઓને કોરોના થયો છે. ત્યારાબાદ ગાંધીનગરમાં પણ અત્યાર સુધીમાં 50 જેટલા વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે, જ્યારે સૌથી ઓછા કેસ વડોદરામાં નોંધાયા છે, જ્યાં 20 જેટલા વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તમામ આંકડાઓ DEO કચેરી દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ધોરણ 1થી 9ના ઓફલાઈન વર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. જોકે, વધતાં કેસો હવે એક ચિંતાનો વિષય બન્યો છે. તેમા પણ મોટાભાગના વિદ્યાર્થીઓએ હજુ વેક્સિન નથી લઈ શક્યા જેથી બાળકોમાં ફેલાય રહેલા સંક્રમણના કારણે વાલીઓ પણ ચિંતામાં આવી ગયા છે.

Next Story