Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં કોરોના હવે ના બરાબર , ચાર જિલ્લા કોરોના મુકત બન્યા

ગુજરાતમાં કોરોનાનો આંકડો ફેબ્રુઆરીના શરૂઆતથી અંત સુધી સતત ઘટી રહ્યો છે એક સપ્તાહ એવું હતું કે ત્રણેય લહેરના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાઈ રહ્યા હતા.

રાજ્યમાં કોરોના હવે ના બરાબર , ચાર જિલ્લા કોરોના મુકત બન્યા
X

ગુજરાતમાં કોરોનાનો આંકડો ફેબ્રુઆરીના શરૂઆતથી અંત સુધી સતત ઘટી રહ્યો છે એક સપ્તાહ એવું હતું કે ત્રણેય લહેરના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાઈ રહ્યા હતા. પણ હવે છેલ્લા 24 કલાકમાં 1117 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. કોરોનાને લીધે 02 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 344 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1820 સુધી પહોંચી ગઈ છે. જ્યારે 22 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

રાજ્યના ચાર જિલ્લામાં કોરોના કેસ સતત 6 દિવસથી શૂન્ય આવતા તે કોરોના મુક્ત થઈ ગયા છે. જેમાં જુનાગઢ, બોટાદ, પોરબંદર, નર્મદાનો સમાવેશ થાય છે.અત્યાર સુધી દેશમાં કુલ ચાર કરોડ 29 લાખ 24 હજાર 130 લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 5 લાખ 13 હજાર લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 4 કરોડ 23 લાખ લોકો સાજા પણ થયા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા લગભગ 1 લાખ થઇ ગઇ છે. કુલ 1 લાખ 2 હજાર 601 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે કે જેઓની હાલમાં સારવાર ચાલી રહી છે.એક સમયે કોરોનનું એપી સેન્ટર ગણાતું અમદાવાદમાં પણ કોરોના ના બરાબર છે અહીં પણ દિવસેને દિવસે કોરોનાના કેસો સતત ઘટી રહયા છે .

Next Story