Connect Gujarat
ગુજરાત

જિગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત 10 ને કોર્ટે ફટકારી 3 માસની સજા,જાણો સમગ્ર મામલો..

મહેસાણામાં વર્ષ 2017માં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની આગેવાનીમાં પરવાનગી વિના આઝાદીકૂચ રેલી કાઢવામાં આવી હતી.

જિગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત 10 ને કોર્ટે ફટકારી 3 માસની સજા,જાણો સમગ્ર મામલો..
X

મહેસાણામાં વર્ષ 2017માં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની આગેવાનીમાં પરવાનગી વિના આઝાદીકૂચ રેલી કાઢવામાં આવી હતી. જે મામલે વડગામ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત 10 લોકોને મહેસાણા કોર્ટે 3 માસની સજા ફટકારી છે.

મહેસાણા કોર્ટે રેલી યોજીને જાહેરનામા ભંગના કેસમાં તમામે તમામ 10 લોકોને 3 માસની સજા અને રૂ. 1000નો દંડ ફટકાર્યો છે. તમને જણાવી દઇએ કે, 12 જુલાઈ 2017ના જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં ઉના કાંડની વરસી નિમિત્તે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ એક આઝાદી કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આઝાદી કૂચમાં જવાહરલાલ નહેરુ વિશ્વ વિદ્યાલય વિદ્યાર્થી નેતા કનૈયા કુમાર પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ રેલીમાં તમામ લોકો સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જો કે, હવે આ મામલે મહેસાણા કોર્ટે તાજેતરમાં મોટો ચુકાદો આપ્યો છે.

જેમાં તમામ 10 લોકોને કોર્ટે 3 માસની સજા ફટકારી છે અને 1 હજારનો દંડ ફટકાર્યો છે.આ મામલે NCP નેતા રેશ્મા પટેલે જણાવ્યું કે, 'અમે કોર્ટના હુકમ નું સન્માન કરીએ છીએ પરંતુ બીજેપીના રાજમાં જનતા માટે ન્યાય માંગવો પણ ગુનો છે. બીજેપી કાયદાનો ખોટો ડર બતાવી અમારો અવાજ દબાવી નહી શકે. અમે જનતાના ન્યાય માટે હંમેશા લડતા રહીશું.'

Next Story