Connect Gujarat
ગુજરાત

Covid-19 : રાજ્યમાં આજે 122 નવા પોઝિટિવ કેસ નોંધાયા, રિકવરી રેટ 98.31 ટકા થયો

ગુજરાત રાજ્યમાં આજે 122 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે કોરોનાથી 3 લોકોના મોત થયા હતા.

Covid-19 : રાજ્યમાં આજે 122 નવા પોઝિટિવ કેસ નોંધાયા, રિકવરી રેટ 98.31 ટકા થયો
X

ગુજરાત રાજ્યમાં આજે 122 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે કોરોનાથી 3 લોકોના મોત થયા હતા. આજે રાજ્યભરમાં 352 દર્દીઓ સાજા થયા છે.હાલ રાજ્યમાં એક્ટિવ કેસ 3883 છે. જેમાંથી 23 લોકો વેન્ટિલેટર પર છે. 3860 લોકોની હાલત સ્થિર છે. 809201 લોકો રાજ્યમાંથી કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે 10048 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 98.31 ટકા થયો છે.

કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 19, સુરત કોર્પોરેશનમાં 14, વડોદરા કોર્પોરેશનમાં 11, સુરત 10, રાજકોટ કોર્પોરેશનમાં 7, વલસાડ 4, બનાસકાંઠા 2, ગીર સોમનાથ 4, અમરેલી 5, જામનગર કોર્પોરેશન 1, કચ્છ 4, વડોદરા 10, આણંદ 1, ગાંધીનગર 1, જામનગર 1, જુનાગઢ 2, જૂનાગઢ કોર્પોરેશન 3, ખેડા 1, રાજકોટ 3, અરવલ્લી 1, ભરુચ 2, ગાંધીનગર કોર્પોરેશન 2, નવસારી 2, પોરબંદરમાં 3, ભાવનગરમાં 3, સુરેન્દ્રનગરમાં 1, તાપીમાં એક, કેસ નોંધાયા છે.

રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હાલ હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 288 લોકોને પ્રથમ ડોઝ અને 20569 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45થી વધારેની ઉંમરના 50992 લોકોને પ્રથમ અને 67166 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષનાં નાગરિકોમાં 219584 લોકોને પ્રથમ ડોઝ અને 18840 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે.

Next Story