Connect Gujarat
ગુજરાત

Covid – 19 : રાજ્યમાં કોરોનાવાયરસના 17 નવા કેસ નોંધાયા

Covid – 19 : રાજ્યમાં કોરોનાવાયરસના 17 નવા કેસ નોંધાયા
X


વિશ્વના અનેક દેશો કોરોનાવાયરસની ચોથી લહેરનો સામનો કરી રહ્યા છે ત્યારે ભારતમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં વેક્સિનેશનની તેજ રફતારના કારણે ત્રીજી લહેર સમાપ્ત થઈ ગઈ છે. દરમિયાન આજે 29મી એપ્રિલની સંધ્યાએ રાજ્યમાં કોરોનાવાયરસના 17 નવા કેસ નોંધાયા છે. આ નવા કેસમાં રાજ્યના મહાનગરોમાં જ એકલ દોકલ કેસ નોંધાઈ રહ્યા છે.

રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 09, વડોદરા શહેરમાં 04, ગાંધીનગર શહેરમાં 02, ગાંધીનગર જિલ્લામાં 01, અને રાજકોટ શહેરમાં 01 મળીને કુલ 17 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આમ આજે 33 પૈકીના ફક્ત ગાંધીનગર જિલ્લામાં એક કેસ છે જ્યારે 8 પૈકીના 4 મહાનગરમાં નવા કેસ છે. બાકીના શહેર અને જિલ્લામાં કોરોનાનો સફાયો થયો છે.

રાજ્ય આજે અમદાવાદ શહેરમાં 04. વડોદરા શહેરમાં 04, અને ગાંધીનગર, ડાંગ, વડોદરા જિલ્લામાં 01-01 દર્દી સાજા થયા છે. આજે રાજ્યમાં કુલ 11 દર્દી સરકારી ચોપડે રિકવર થયા છે.

રાજ્યમાં હવે 105 એક્ટિવ કેસ છે, કુલ 02 દર્દી વેન્ટિલેટર પર છે. તમામ 103 દર્દીઓ સ્ટેબલ છે. કુલ 12,13,247 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાના કારણે 10943 મોત સરકારી ચોપડે થયા છે.

Next Story
Share it