Connect Gujarat
ગુજરાત

Covid-19 : રાજ્યમાં આજે 33 નવા પોઝિટિવ કેસ નોધાયા

ગુજરાતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં નવા કેસમાં સ્ટેબલ થયા છે.

Covid-19 : રાજ્યમાં આજે 33 નવા પોઝિટિવ કેસ નોધાયા
X

ગુજરાતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં નવા કેસમાં સ્ટેબલ થયા છે.રાજકોટ સહિત 3 શહેર અને અમદાવાદ સહિત 23 જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 33 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 71 દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.72 ટકા થયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થયું છે.

5 કોર્પોરેશન વિસ્તાર અને 10 જિલ્લામાં જ કોરોનાના નવા કેસ નોધાયા છે. વડોદરા શહેરમાં 5, અમદાવાદ શહેરમાં 4, સુરત શહેર અને તાપી જિલ્લામાં 4 કેસ નોંધાયા છે. અમદાવાદ, આણંદ, અરવલ્લી, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, મહેસાણા, મહિસાગર, મોરબી, કચ્છ, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, સુરતમાં એક પણ કેસ નોંધાયો નથી.

રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 24 હજાર 493ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 76 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 13 હજાર 924 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 493 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 488 દર્દીની હાલત સ્થિર છે.

Next Story