Connect Gujarat
ગુજરાત

Covid-19: દેશમાં ફરી એકવાર કોરોનાના કેસો વધતા કેન્દ્ર સરકાર વધી ચિંતા, પાંચ રાજ્યોને લખ્યો પત્ર

Covid-19: દેશમાં ફરી એકવાર કોરોનાના કેસો વધતા કેન્દ્ર સરકાર વધી ચિંતા, પાંચ રાજ્યોને લખ્યો પત્ર
X

ગયા અઠવાડિયે કૉવિડના કેસો ઝડપથી વધવા લાગ્યા છે અને સાપ્તાહિક સંક્રમણ દરમાં વૃદ્ધિ થવાની વાતને ધ્યાનમાં રાખતા કેન્દ્રએ પાંચ રાજ્યોને કોરોના વાયરસના કોઇપણ પ્રકારના પ્રસારને નિયંત્રિત કરવા માટે નજર રાખવા અને જરૂર પડવા પર સાવધાનીભર્યા પગલાં ભરવાની સલાહ આપી છે.

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ભૂષણે તામિલનાડુ, કેરળ, તેલંગાણા, કર્ણાટક અને મહારાષ્ટ્રને કોરોના મામલે એક પત્ર લખ્યો છે, પત્રમાં કહેવાયુ છે કે, ભારતમાં કૉવિડ 19ના કેસોમાં કેટલાક રાજ્યોમાથી વધુ કેસો સામે આવી રહ્યાં છે. જેનાથી સંક્રમણના પ્રસારના સ્થાનીયકરણ થવાની સંભાવનાના સંકેત મળે છે.

ભૂષણે કહ્યું કે, એટલા માટે જન સ્વાસ્થ્ય પ્રતિક્રિયા પર એક જોખમ આંકલન આધારિત વલણનુ અનુપાલન કરવાની જરૂર છે. સાથે જ મહામારી સામે લડવામાં અત્યાર સુધી મળેલી સફળતાને પણ ના ગુમાવવી જોઇએ. પત્રમાં તેમને કૉવિડ કેસોમાં છેલ્લા ત્રણ મહિનાઓમાં દેશમાં ખુબ કમી આવવાનો ઉલ્લેખ કર્યો છે. જોકે 27 એ સમાપ્ત થયેલા અઠવાડિયામાં 15,708 નવા કેસો સામે આવ્યા અને ત્રણ જૂને સમાપ્ત થઇ રહેલા સપ્તાહમાં વધીને 21,055 થવાની સાથે જ કૉવિડના કેસોમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. સાથે જ 27 મે 2022 એ સમાપ્ત થયેલા અઠવાડિયામાં રહેલા 0.52 ટકાનો સંક્રમણ દર ત્રણ જૂને સમાપ્ત થયેલા સપ્તાહમાં વધીને 0.73 ટકા થઇ ગયો છે.

Next Story