Connect Gujarat
ગુજરાત

વલસાડ જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના ૨૦,૬૮૪ વિદ્યાર્થીઓનું કોવિડ વેક્‍સીનેશન કરાયું

વલસાડ જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના ૨૦,૬૮૪ વિદ્યાર્થીઓનું કોવિડ વેક્‍સીનેશન કરાયું
X

સમગ્ર રાષ્‍ટ્રમાં ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકોના ધરાયેલા વેક્‍સીનેશન અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાની માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, કોલેજ, આઈ.ટી.આઈ અને અન્‍ય શૈક્ષણિક સંસ્‍થાઓમાં પ્રથમ દિવસે ૯૪ શૈક્ષણિક સંસ્‍થાઓમાં રસીકરણ કાર્યક્રમ હાથ ધરાયો હતો. જેમાં આજે ૨૦,૬૮૪ વિદ્યાર્થીઓને વેક્‍સીનેશન કરાયું હતું. વલસાડ તાલુકાના ૫૨૪૯, પારડી તાલુકાના ૪૮૪૦, વાપી તાલુકાના ૫૬૮૫, ઉમરગામ તાલુકાના ૩૪૪૪, ધરમપુર તાલુકાના ૨૧૨૬ કપરાડા તાલુકાના ૧૩૪૦ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૧૮ વર્ષથી ઉપરની વયના અંદાજે ૩ હજાર કરતાં વધુ લાભાર્થીઓએ રસીકરણનો લાભ લીધો હતો.

આ કામગીરીમાં પદાધિકારીઓ, આરોગ્‍ય વિભાગના અધિકારી/ કર્મચારીઓ, શિક્ષણ વિભાગ, આઇ.સી.ડી.એસ. વિભાગના કર્મીઓ, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, ખાનગી હોસ્‍પિટલ વગેરનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્‍ત થયો હતો.

આ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવા, જિલ્લા આરોગ્‍ય ટીમ અને મામલતદારએ બી.એ.પી.એસ. સ્‍કૂલ-પારનેરાપારડી (વલસાડ) તથા મણિબા હાઇસ્‍કૂલ વલસાડની મુલાકાત લઇ બાળકોને પ્રોત્‍સાહિત કર્યા હતા.

આ મેગા ડ્રાઇવને સફળ બનાવવા માટે વલસાડ કલેક્‍ટર તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ શિક્ષણ અને આરોગ્‍ય વિભાગ દ્વારા બાળકો/ વાલીઓને જાગૃત્ત કરવા, સરકારની જરૂરી તમામ માર્ગદર્શક સૂચનાઓ અને આચાર્યોને મૂંઝવતા પ્રશ્નોનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

કોરોના મુક્‍ત શાળા અને કોરોના મુક્‍ત રાષ્‍ટ્ર બનાવવામાં આપણે સૌ સહભાગી બનીએ અને સરકારને વેક્‍સીનેશનમાં સહકાર આપીએ એવી અપેક્ષા સાથે રસીકરણનું આયોજન કરવામાં આવ્‍યું છે, જેનું યોગ્‍ય પાલન થાય એ માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.


Next Story