Connect Gujarat
ગુજરાત

દાહોદ : દેગાવાડાની પરિણીતાએ 2 સંતાનો સાથે કુવામાં ઝંપલાવ્યું, ત્રણેયના મોત...

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના દેગાવાડા ગામે અગમ્ય કારણોસર માતાએ પોતાના 2 બાળકો સાથે કુવામાં ઝંપલાવ્યું હતું.

દાહોદ : દેગાવાડાની પરિણીતાએ 2 સંતાનો સાથે કુવામાં ઝંપલાવ્યું, ત્રણેયના મોત...
X

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના દેગાવાડા ગામે અગમ્ય કારણોસર માતાએ પોતાના 2 બાળકો સાથે કુવામાં ઝંપલાવ્યું હતું. આ બનાવમાં માતા સાહિત્ત બન્ને બાળકોના મોત નીપજતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



મળતી માહિતી અનુસાર, દેવગઢ બારીયા તાલુકાના દેગાવાડા ગામે ચોરા ફળીયામાં રહેતા સંદિપભાઈના 12 વર્ષ અગાઉ સાગટાળા ગામની મહિલા સાથે લગ્ન થયા હતા. તે બાદ બન્ને પતિ-પત્ની પોતાના વસ્તારમાં એક પુત્ર અને એક પુત્રી સાથે રહેતા હતા. ગત રોજ દેગાવાડા ગામે સાસરીમાં રહેતી મહિલાએ અગમ્ય કારણોસર પોતાના બન્ને બાળકો સાથે કુવામાં ઝંપલાવ્યું હતું. બનાવમાં માતા સાહિત્ત બન્ને બાળકોના મોત નીપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. બનાવની જાણ થતાં જ પરિવારજનો સહિત આસપાસના ગ્રામજનો કુવા નજીક દોડી આવ્યા હતા. એક સાથે પરિવારના 3 સભ્યો કુવામાં ઝંપલાવતા ફાયર ફાઇટર સહિત પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઇટરોએ કુવામાંથી માતા અને બન્ને બાળકોના મૃતદેહને બહાર કાઢી દેવગઢ બારીયા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા, ત્યારે હાલ તો દેવગઢ બારીયા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story
Share it