Connect Gujarat
ગુજરાત

દાહોદ : મધ્યાહન ભોજન યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકોને પીરસાયુ ભોજન…

મધ્યાહન ભોજન યોજનામાં રાજ્ય સરકારનો ૨૫% તથા કેન્દ્ર સરકારનો ૭૫% હિસ્સો છે.

દાહોદ : મધ્યાહન ભોજન યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકોને પીરસાયુ ભોજન…
X

ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના વર્ષ-૧૯૮૪માં શરૂ થઇ છે. મધ્યાહન ભોજન યોજનામાં રાજ્ય સરકારનો ૨૫% તથા કેન્દ્ર સરકારનો ૭૫% હિસ્સો છે. સરકારી તેમજ સરકારી સહાયતા મેળવતી, સ્થાનિક પંચાયતી સંસ્થા દ્વારા સંચાલિત પ્રાથમિક તેમજ ઉચ્ચ પ્રાથમિક શાળાઓ ચાલુ હોય તેવા દિવસોમાં સંપૂર્ણ મફત મધ્યાહન ભોજન આપવાની જોગવાઇ છે. જોકે, કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી બંધ યોજના ફરી શરૂ કરવાની તબક્કાવાર શરૂઆત દાહોદના તંત્રએ કરી છે.

જે વિધિવત રીતે મધ્યાહન ભોજન યોજનાને પ્રોત્સાહીત કરવા માટેના પ્રયત્નો કરાયા હતા. વૈશ્વિક મહામારી કોરોનાના કારણે શાળાઓ બંધ થતા શાળાઓ ખાતે ગુજરાતમાં મધ્યાહન ભોજન (mid-day meal schem ) પણ 2020થી બંધ હતી. જોકે, રાજ્યભરમાં બધુ રાબેતા મુજબ થતા મધ્યાહન ભોજન યોજના પણ શરૂ કરવા સરકારે પરિપત્ર જાહેર કર્યો હતો. તે અતર્ગત તા. 31 તારીખ સુધી તમામ મધ્યાહન ભોજન કેન્દ્રો શરૂ કરવા આદેશ કરાયા હતા, ત્યારે દાહોદ જિલ્લામાં વહીવટી તંત્ર તેના માટે સજ્જ બન્યુ હતું. જેમાં આજે ઠક્કર બાપા પ્રાથમિક શાળા ખાતેથી મધ્યાહન ભોજન સેવા શરૂ કરવામાં આવી હતી. દાહોદના પ્રાંત અધિકારી દ્વારા જાલત ગામ મુખ્ય પ્રાથમિક શાળા ખાતેથી દાહોદના મામલતદારની હાજરીમાં શાળાના બાળકોને મધ્યાહન ભોજન પીરસવામાં આવ્યું હતું.

Next Story