Connect Gujarat
ગુજરાત

દાહોદ: પીપલોદનો તલાટી રૂ.305ની લાંચ લેતા ઝડપાયો,મકાન નોંધણીની પાવતી આપવા માંગી હતી લાંચ

દાહોદ: પીપલોદનો તલાટી રૂ.305ની લાંચ લેતા ઝડપાયો,મકાન નોંધણીની પાવતી આપવા માંગી હતી લાંચ
X

દે.બારીઆ તાલુકાના પીપલોદ ગ્રામ પંચાયત કચેરીમાં મકાનની નોંધણી કરીને વેરા પાવતી આપવામાં ૫૦૦ રૂપિયાની લાંચના નાણાંની માંગણી કરનાર લાંચિયા તલાટી કમ મંત્રી રાજેન્દ્રસિંહ પટેલે ૩૦૫ રૂપિયા લાંચના નાણાં સ્વીકારતા વેંત ગોધરા એ.સી.બી.ટીમના છટકામાં રંગે હાથ ઝડપાઈ જતા દે.બારીઆ તાલુકાના વહીવટી તંત્રમાં સન્નાટો પ્રસરી ગયો હતો.

મુખ્ય વ્યાપારી મથક કહેવાતા પીપલોદ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી રાજેન્દ્રસિંહ વિઠ્ઠલભાઈ પટેલના બહુચર્ચિત ભ્રષ્ટ વહીવટ સામે ઉભી થયેલ ફરીયાદો પણ વગદાર જમીન સોદાગરો અને મહેરબાન સાહેબોના પરિણામે તપાસો વગર દબાઈ જતી હતી. પરંતુ ગામના એક રહીશ દ્વારા બાંધવામાં આવેલ આ મકાનની નોંધણી ગ્રામ પંચાયત કચેરીમાં કરાવીને વેરાના નાણાં ભરપાઈ કર્યા હોવાની પાવતી આપવા માટે અરજદાર પાસે તલાટી કમ મંત્રી રાજેન્દ્રસિંહ પટેલે ૫૦૦/- રૂપિયા લાંચના નાણાંની માંગણી કરી હતી. આ લાંચિયા કર્મચારીના વહીવટને તાબે થવાના બદલે આ જાગૃત અરજદાર દ્વારા એ.સી.બી. કચેરીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર ફરીયાદ સ્વરૂપમાં સંપર્ક કરતા ગોધરા સ્થિત પંચમહાલ એ.સી.બી.કચેરીના પી.આઈ. આર.આર.દેસાઈની ટીમે આજરોજ પીપલોદ ગ્રામ પંચાયત કચેરી ખાતે વ્યૂહાત્મક ગોઠવેલા ગુપ્તવેશના આ છટકાથી અજાણ તલાટી કમ મંત્રી રાજેન્દ્રસિંહ પટેલ અરજદાર ફરીયાદી પાસેથી વેરા પાવતીના બદલામાં ૩૦૫ /- રૂપિયાની લાંચના નાણાં સ્વીકારતા વેંત પંચમહાલ એ.સી.બી. પી.આઈ.આર.આર.દેસાઈના છટકામાં રંગેહાથ ઝડપાઈ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી.

Next Story