Connect Gujarat
ગુજરાત

દાહોદ: ગોદીરોડ વિસ્તારમાં બે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા,રોકડ સહિત સોનાના દાગીનાની ચોરી

શહેરના ગોદીરોડ વિસ્તારમાં ઉકરડી રોડ પર આવેલા બે બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ પર હાથફેરો કરી ફરાર થયા હતા.

દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારમાં ઉકરડી રોડ પર આવેલા બે બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ પર હાથફેરો કરી ફરાર થયા હતા.

દાહોદ શહેરના ઉકરડી રોડ બુરહાની બાગ સોસાયટી ખાતેના રહેવાસી યુસુફભાઈ કુંદાવાલા તેમજ તેમની સામે રહેતા મુનીરાબેન લીમડી વાળાનો પરિવાર રમઝાન માસ ચાલતો હોઈ મકાનને તાળું મારી મસ્જિદમાં નમાજ પડવા માટે ગયા હતા. તે સમયે ચોરીના મક્કમ ઇરાદે થી ત્રાટકેલા અજાણ્યા તસ્કરોએ યુસુફભાઈ કુંદાવાળાના મકાનની પાછળના ભાગે આવેલી બારીની ગ્રીલ તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાં મુકેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ પર હાથફેરો કરી મુનિરાબેન લીમડીવાળાના મકાનનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો

અને તિજોરીમાં મુકેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની માલમત્તા પર હાથફેરો કરી નાસી છૂટયા હતા.ત્યારબાદ મસ્જિદમાંથી નમાજ પડ્યા બાદ પરત ઘરે આવેલા બંને મકાનોના પરિવારજનોએ મકાનની વેર વિખેર થયેલી હાલત જોઈ સ્તબંધ થઈ ગયા હતા.જોકે આસપાસના ભેગા થયેલા સ્થાનિકો તેમજ સ્થાનિક સુધરાઈ સભ્યોએ દાહોદ ટાઉન પોલીસ મથકે જાણ કરતા દાહોદ ટાઉન પોલીસ તેમજ દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. જોકે આ બન્ને મકાનોમાં મકાન માલિકના જણાવ્યા અનુસાર સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ સિલક મળી લાખો રૂપિયાની માલમતા સાફસૂફ કરી હોવાનું જાણવા મળેલ છે.જોકે સમાચાર લખાય છે ત્યાં સુધી પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.

Next Story