Connect Gujarat
ગુજરાત

દાહોદ : ડાંગરીયા ગામે ખેતરમાંથી ત્રણ યુવાનોના મૃતદેહ મળ્યાં, મોતના કારણો અંગે રહસ્ય ઘેરાયું

દાહોદના દેવગઢ બારીયા તાલુકાના ડાંગરીયા ગામ નજીક રોડની બાજુમાં આવેલાં ખેતરમાંથી ત્રણ યુવાનોના મૃતદેહ મળી આવતાં રહસ્યના તાણાવાણા સર્જાય છે.

દાહોદ : ડાંગરીયા ગામે ખેતરમાંથી ત્રણ યુવાનોના મૃતદેહ મળ્યાં, મોતના કારણો અંગે રહસ્ય ઘેરાયું
X

દાહોદના દેવગઢ બારીયા તાલુકાના ડાંગરીયા ગામ નજીક રોડની બાજુમાં આવેલાં ખેતરમાંથી ત્રણ યુવાનોના મૃતદેહ મળી આવતાં રહસ્યના તાણાવાણા સર્જાય છે. ત્રણેય યુવાનના મોત અકસ્માતમાં થયા કે પછી તેમની હત્યા કરવામાં આવી છે તે હજી સુધી સામે આવી શકયું નથી.

દેવગઢ બારીઆ તાલુકાના ડાંગરિયા ગામે કાપડી વિસ્તારમાં રહેતા ત્રણ યુવકોના રોડની સાઈડમાંથી મૃતદેહો મળી આવ્યાં છે.દેવગઢ બારિયા તાલુકાના કાપડી વિસ્તારમાં રહેતા યુસુફ અયુબ કમાલ શુક્લા, અકબર સતાર પટેલ અને સમીર યાકુબ જેથરાના મૃતદેહ રોડની સાઇડ પરથી આવેલી ઝાડીમાંથી મળી આવ્યાં છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર તાત્કાલિક દોડી આવ્યો હતો. ત્રણેય મૃતકોનો કબજો લઈ પોલીસે નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ માટે મૃતદેહોને રવાના કરી દેવામાં આવ્યાં છે, તો બીજી તરફ મૃતકના પરિવારજનો દેવગઢ બારીયા પોલીસ મથકે પણ પહોંચી ગયા હતા. જ્યાં યુવકોની હત્યા કરાઇ હોવાની પોલીસ સમક્ષ રજૂઆત પણ કરી હતી અને હત્યાનો ગુનો દાખલ કરવા પોલીસને અનુરોધ કર્યો હતો. પરંતુ પ્રથમ તબક્કે પોલીસે અકસ્માત નો ગુનો દાખલ કરવાની તજવીજ સાથે આ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. રોડની સાઇડ પરથી યુવાનોની બાઇક મળી હોવાથી અજાણ્યા વાહનની ટકકરે ત્રણેય યુવાનો ફંગોળાયા હોય અને મોતને ભેટયાં હોવાનું અનુમાન લગાવાય રહયું છે. એક સાથે ત્રણ યુવાનોના મોતની ઘટના હત્યાકાંડ હોવાની પણ શંકા ઉપજાવી રહી છે. દાહોદના ડીવાયએસપી પરેશ સોલંકીએ જણાવ્યું હતું કે, બનાવ સ્થળની પ્રાથમિક તપાસમાં આ બનાવ અકસ્માતનો હોવાનું લાગી રહ્યું છે. હત્યાનો બનાવ હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે, પોલીસ હાલ આ દિશામાં પણ તપાસ કરી રહી છે. પીએમ રિપોર્ટમાં કે મૃતદેહના પંચનામામાં કોઈ પુરાવા મળશે તો પોલીસ તે દિશામાં પણ તપાસ કરશે.

Next Story