Connect Gujarat
ગુજરાત

ડાંગ : સગીરા માતા બનતા સગીર પ્રેમી વિરુદ્ધ નોંધાય પોલીસ ફરિયાદ.

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના એક ગામની સગીરાને સગીર સાથે પ્રેમ થઈ જતા બન્ને વચ્ચે સંબંધ બંધાયો હતો,

ડાંગ : સગીરા માતા બનતા સગીર પ્રેમી વિરુદ્ધ નોંધાય પોલીસ ફરિયાદ.
X

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના એક ગામની સગીરાને સગીર સાથે પ્રેમ થઈ જતા બન્ને વચ્ચે સંબંધ બંધાયો હતો, ત્યારે બન્ને સગીર હોવાનું બહાર આવતા સગીર પ્રેમી વિરુદ્ધ સાપુતારા પોલીસ મથકે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, ડાંગ જિલ્લાના આહવા તાલુકાની એક 16 વર્ષીય સગીર યુવતીને તેના ગામની બાજુના જ ગામમાં રહેતા એક સગીર યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો, ત્યારે આ બન્ને સગીર યુવક અને યુવતી સાથે રહેવા લાગ્યા હતા અને બન્ને વચ્ચે સંબંધ પણ બંધાયો હતો. ત્યારબાદ સગીરા ગર્ભવતી થઈ હતી. જેને પ્રસૂતિની પીડા ઉપડતાં આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં યુવતી અને યુવાન બન્ને સગીર હોવાનું જણાતા યુવતીને ગર્ભવતી કરનાર સગીર યુવક વિરુદ્ધ સાપુતારા પોલીસ મથકે ગુન્હો નોંધવામાં આવ્યો છે. જોકે, આ સગીરાએ મંગળવારની સવારે બાળકને જન્મ આપ્યો હતો. બન્નેને કાયદાની અજ્ઞાનતા હોવાથી હાલ તો સમગ્ર બનાવ અંગે આહવા CPI દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Next Story