Connect Gujarat
ગુજરાત

ડાંગ : આહવામાં ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ ફોર NID પોલિયો ઇમ્યુનાઇઝેશન અંગે સમિક્ષા બેઠક યોજાય.

ડાંગ જિલ્લામાં પોલિયો રસીકરણની કામગીરીમાં લક્ષ નિયત કરવા માટે, વસતિનું પ્રમાણ, સર્વે આધારીત લક્ષ્યાંક

ડાંગ : આહવામાં ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ ફોર NID પોલિયો ઇમ્યુનાઇઝેશન અંગે સમિક્ષા બેઠક યોજાય.
X

ડાંગ જિલ્લામાં પોલિયો રસીકરણની કામગીરીમાં લક્ષ નિયત કરવા માટે, વસતિનું પ્રમાણ, સર્વે આધારીત લક્ષ્યાંક, તથા જન્મદરને ધ્યાને લઈ, ચોક્કસ રણનીતિ ઘડી કાઢવાનું ડાંગ જિલ્લા કલેક્ટર ભાવિન પંડયા તથા જિલ્લા વિકાસ અધિકારી ડો. વિપિન ગર્ગએ જિલ્લાના આરોગ્ય તંત્રને કર્યું છે.

ડાંગ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલ ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ ફોર NID પોલિયો ઇમ્યુનાઇઝેશનની એક અગત્યની બેઠકને સંબોધતા આ ઉચ્ચાધિકારીઓએ, ડાંગ જિલ્લામાંથી સ્થળાંતરિત થતા શ્રમિક પરિવારોના લક્ષિત લાભાર્થીઓ પણ, રસિકરણના કાર્યક્રમમા આવરી લેવામા આવે, તે સુનિશ્ચિત કરવાની અપીલ કરી હતી. રૂટિન ઇમ્યુનાઇઝેશનની કામગીરી સાથે કોવિડ-૧૯ના ચાલી રહેલા વેક્સિનેશન બાબતે માર્ગદર્શન આપતા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીએ, ૧૮+ નાગરિકોના રસીકરણની ૮૮ ટકા જેટલી કામગીરી તથા સેકન્ડ ડોઝની ૭૭ ટકા કામગીરીને ૧૦૦ ટકા સુધી વેળાસર લઈ જવાની અપીલ કરી હતી. ૧૫થી ૧૮ વર્ષની વયજૂથના યુવાનોના રસિકરણના નિયત લક્ષને ૭૦ ટકાથી સો ટકા સુધી લઈ જવા માટે પણ ઉચ્ચાધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું. પ્રિકોશન ડોઝ બાબતે ચાલી રહેલી કામગીરી સંદર્ભે, પાત્રતા ધરાવતા લાભાર્થીઓની અધતન યાદી તૈયાર કરવાની સૂચના પણ, બેઠકમા આપવામા આવી હતી.

Next Story