Connect Gujarat
ગુજરાત

ડાંગ : ગ્રામ પંચાયતની ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ, મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ..

ડાંગ : ગ્રામ પંચાયતની ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ, મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ..
X

રાજ્યના છેવાડે આવેલા વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં તા. ૧૯મી ડીસેમ્બર, ૨૦૨૧ના રોજ યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમા કુલ ૫૧,૮૪૭ પુરુષ અને ૫૧,૩૮૮ સ્ત્રી મતદારો મળી કુલ ૧,૦૩,૨૩૫ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લામા કુલ ૪૧ ગ્રામ પંચાયતો પૈકી આ અગાઉ જ આહવા તાલુકાની ઘોઘલી, અને વઘઈ તાલુકાની ચીંચોંડ ગ્રામ પંચાયત આખેઆખી બિનહરીફ જાહેર થઇ ચુકી છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ તારીખે જિલ્લાના કુલ પાંચ સરપંચો, અને ૪૪ સભ્યો પણ બિનહરીફ થયા છે. આમ, આજે અહી આહવા તાલુકાની ૧૩ પંચાયતોમાં સરપંચ પદ સાથે, વઘઈ તાલુકામાં ૧૩, અને સુબીર તાલુકામાં ૧૦ મળી કુલ ૩૬ પંચાયતોમાં સરપંચ પદ માટે, અને આહવા તાલુકામાં ૧૧૭ સભ્યો, વઘઈ તાલુકામાં ૧૨૪ અને સુબીર તાલુકામાં ૮૫ મળી કુલ ૩૨૬ વોર્ડ સભ્યોની ચૂંટણી યોજાશે. ડાંગ જિલ્લાની સમગ્ર ચૂંટણી પારદર્શી અને ન્યાયી તથા નિસ્પક્ષ વાતાવરણમા સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ, સમગ્ર ચૂંટણી તંત્રએ એકજુથ થઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.

Next Story