Connect Gujarat
ગુજરાત

ડાંગ : ગિરિમથક સાપુતારા ખાતે એગ્રી પ્રિ-વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત કૃષિ કાર્યક્રમ યોજાયો

ડાંગ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તરફ ગુજરાત, અને સમગ્ર દેશ સહિત વિશ્વની નજર પડી ચુકી છે,

ડાંગ : ગિરિમથક સાપુતારા ખાતે એગ્રી પ્રિ-વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત કૃષિ કાર્યક્રમ યોજાયો
X

ડાંગના ખેડૂતો દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર દ્વારા તૈયાર કરાતા છાણિયા ખાતરનું સાચું મૂલ્ય સમજી, તેનું બહારના ખેડૂતોને વેચાણ નહી કરતા, પોતાના ખેતરમાં જ તેનો ઉપયોગ કરે તેવી હિમાયત, ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળ ગાવિતે કરી છે. રાસાયણિક ખેતીથી ઉત્પાદિત ખેત ઉત્પાદનોથી માનવ શરીરમાં પ્રવેશી ગયેલા અસાધ્ય રોગોથી સમગ્ર માનવ જાતને ઉગારવા, બચાવવાની જવાબદારી જગતના તાતની છે, તેમ જણાવતા પ્રમુખે સાપુતારા ખાતે, દેશના સૌ પ્થમ પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લા તરીકેનું બહુમાન, જ્યારે ડાંગને પ્રાપ્ત થયુ છે ત્યારે, અહીના ધરતીપુત્રોની જવાબદારી પણ વધી જાય છે તેમ જણાવ્યુ હતું.

પ્રિ-વાઇબ્રન્ટ ગુજરાત સમીટ-૨૦૨૧ અંતર્ગત આણંદ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના પ્રાકૃતિક કૃષિ અંગેના કાર્યક્રમ દરમિયાન, ડાંગના કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી પ્રવચન કરતા મંગળભાઈ ગાવિતે, ડાંગના ખેડૂતોની પરંપરાગત ખેત પદ્ધતિને પુનઃજિવીત કરવાનો સમય પાકી ગયો છે તેમ પણ આ વેળા જણાવ્યુ હતું. ડાંગના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તરફ ગુજરાત, અને સમગ્ર દેશ સહિત વિશ્વની નજર પડી ચુકી છે, ત્યારે સૌના વિશ્વાસ ઉપર ખરા ઉતરવાની - આપણી સૌની સહિયારી જવાબદારી છે તેમ જણાવતા, ડાંગ કલેક્ટર ભાવિન પંડયાએ રાષ્ટ્રીય કૃષિ સંમેલનની રૂપરેખા આપી, પ્રિ-વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૧ની વિગતો આપી હતી. ગિરિમથક સાપુતારા સ્થિત સ્પોર્ટ્સ સંકૂલ ખાતે યોજાયેલા ડાંગ જિલ્લાના કાર્યક્રમમા કલેક્ટર ભાવિન પંડયાએ, ડાંગના ખેડૂતો માટે આ ગૌરવની બાબત છે તેમ જણાવી, દેશના ખેડૂતોને દિશા બતાવવાનું કાર્ય પણ ડાંગના ખેડૂતોએ કર્યુ છે તેમ જણાવ્યુ હતું. એગ્રી પ્રિ-વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૧ અંતર્ગત આણંદ ખાતે આયોજિત નેશનલ કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગના કાર્યક્રમ સંદર્ભે યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમનુ જીવંત પ્રસારણ પણ મહાનુભાવો તથા ઉપસ્થિત ખેડૂતોએ નિહાળ્યું હતું.

Next Story