Connect Gujarat
ગુજરાત

ડાંગ : સાપુતારા ખાતે ખેલ મહાકુંભ રમતની આર્ચરી સ્પર્ધા યોજાઇ

જિલ્લા વહીવટીતંત્ર ડાંગ દ્વારા સ્પોર્ટ કોમ્પ્લેક્ષ સાપુતારા ખાતે ખેલ મહાકુંભ રમતની આર્ચરી સ્પર્ધા યોજાઇ.

ડાંગ : સાપુતારા ખાતે ખેલ મહાકુંભ રમતની આર્ચરી સ્પર્ધા યોજાઇ
X

રમશે ગુજરાત જીતશે ગુજરાત સુત્રને સાર્થક કરવા ડાંગ જિલ્લા રમત-ગમત કચેરી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા વહીવટીતંત્ર ડાંગ દ્વારા સ્પોર્ટ કોમ્પ્લેક્ષ સાપુતારા ખાતે ખેલ મહાકુંભ રમત ની આર્ચરી સ્પર્ધા યોજાઇ.

આજરોજ જિલ્લા કક્ષા આર્ચરી સ્પર્ધામાં શુભ શરૂઆત પી. પી સ્વામી જી આચાર્ય માધ્યમિક શાળા સાપુતારા આચાર્યશ્રી સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર ઋતુમ્ભરા કન્યા વિદ્યાલય શિક્ષિકા તથા સીનીયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર કચેરી કૌશિક ચૌધરી ડીએલએસએસ ઇન સ્કૂલ કોચ ટ્રેનર ઉપસ્થિતિમાં યોજાઈ. આર્ચરી સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે આ તમામ ખેલાડીઓને જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા જિલ્લા શિક્ષણ અધિકારી એમ સી ભુસારા સિનિયર કોચ અલ્કેશભાઇ પટેલ અને અને જિલ્લા રમતગમત અધિકારી વિરલ પટેલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Next Story