Connect Gujarat
ગુજરાત

ડાંગ: આહવા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટની મુલાકાત લેતા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ

ડાંગ: આહવા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટની મુલાકાત લેતા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ
X

'આત્મનિર્ભર ગ્રામ યાત્રા'ના શુભારંભ પ્રસંગે ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે આહવાના આંગણે આયોજિત ખેલ મહોત્સવ 'આહવા પ્રીમિયર લીગ' ક્રિકેટ ટુર્નામેન્ટની મુલાકાત લઈ રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા.

આહવાના સરપંચ હરિરામ સાવંત દ્વારા પ્રાયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી આઠ જેટલી ક્રિકેટ ટીમના ખેલાડીઓ સાથે ક્રિકેટ રમીને નાયબ મુખ્ય દંડક એ પ્રતિસ્પર્ધી ખેલાડીઓને પરસ્પર ખેલદિલી, કોમી એખલાસ અને ભાઇચારાની ભાવના સાથે તેમનામાં રહેલા ખેલ કૌશલ્યને બહાર લાવવાની હિમાયત કરી હતી.

ઉલ્લેખનિય છે કે, ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ચેરમેન એવા નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે ભરૂચ જિલ્લાના ઇખર ગામના ભારતીય ક્રિકેટ ટીમના આંતરરાષ્ટ્રીય ખેલાડી એવા મુનાફ પટેલની કારકિર્દી ઘડતરમાં પણ અહમ ભૂમિકા નિભાવી છે.

આહવાના મિશનપાડા સ્થિત ગીતાંજલી વિદ્યાલય પટાંગણમાં આયોજિત 'આહવા પ્રીમિયર લીગ' ક્રિકેટ ટુર્નામેન્ટની નાયબ મુખ્ય દંડકની આ મુલાકાત વેળા તેમની સાથે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવીત, ધારાસભ્ય વિજય પટેલ, આહવાના સરપંચ હરિરામ સાવંત, સહિત તાલુકા/જિલ્લા પંચાયતના સદસ્યો, હોદ્દેદારો, તથા રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story