Connect Gujarat
ગુજરાત

ડાંગ : આહવા ખાતે જિલ્લા કક્ષાની જિલ્લા બાળ સુરક્ષા સમિતિની બેઠક મળી

તાજેતરમાં ડાંગ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવિતના અધ્યક્ષ સ્થાને, અને જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાના

ડાંગ : આહવા ખાતે જિલ્લા કક્ષાની જિલ્લા બાળ સુરક્ષા સમિતિની બેઠક મળી
X

તાજેતરમાં ડાંગ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવિતના અધ્યક્ષ સ્થાને, અને જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાના સહ અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની જિલ્લા બાળ સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમા માહે એપ્રિલથી સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીની કામગીરીની સમીક્ષા કરતા જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી, કર્મચારીઓનો પરિચય કરાવી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના પરિપત્રો વંચાણે લેવામાં આવ્યા હતા. દરમિયાન જિલ્લા સ્તરે પાલક માતા પિતા યોજનાના ૩૫૧ લાભાર્થીઓને દર મહિને માસિક રૂ. ૩૦૦૦/-ની સહાય આપવામાં આવે છે, જ્યારે રાજ્ય સરકારની સ્પોન્શરશીપ યોજનાના ૬૪ લાભાર્થી બાળકોને માસિક રૂ. ૩૦૦૦/-ની સહાય મળે છે. ઉપરાંત શેરો પોઝેટીવ ઈલનેશ યોજનાના ૧૭ લાભાર્થી બાળકોની શૈક્ષણિક સહાયની ચૂકવણી કરવામાં આવી હતી. સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, આહવા ખાતે હાલ ૨૦ અંતેવાસી બાળકોને શિક્ષણની સુવિધા સાથે આશ્રય હેઠળ રહે છે. સાથે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત કોવિડ-૧૯ના સમયગાળા દરમિયાન માતા-પિતા બંને અવસાન પામેલ હોય તેવા, ૧૫ અનાથ લાભાર્થી બાળકોને માસિક રૂ. ૪૦૦૦/-તથા એક વાલી ધરાવતા ૧૩૫ લાભાર્થી બાળકોને માસિક રૂ. ૨૦૦૦/-ની સહાય DBT મારફતે સીધા બાળકોના બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવે છે. આ ઉપરાંત બાળ સુરક્ષા એકમ દ્વારા સમયાંતરે તાલીમ અને પ્રચાર પ્રસારથી જનજાગૃતિ કાર્યક્રમો પણ કરવામાં આવ્યા છે. જેની પણ વિગતે ચર્ચા કરવામાં આવી હતી.

Next Story