Connect Gujarat
ગુજરાત

ડાંગ : પિંપરી ગામે કૂવામાં પડેલી દિપડીનું વન વિભાગે કર્યું સફળ રેસક્યું...

દીપડીને કોઈ નુકશાન ન થાય તે રીતે સફળ રેસ્ક્યુ કરી કુવામાંથી બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ વનકર્મીઓ દ્વારા

ડાંગ : પિંપરી ગામે કૂવામાં પડેલી દિપડીનું વન વિભાગે કર્યું સફળ રેસક્યું...
X

દક્ષિણ ડાંગ વન વિભાગના ચિચિનાગાંવઠા રેંજના કાર્ય વિસ્તારના મોજે પિંપરી ગામે ફોરેસ્ટ રેસ્ટ હાઉસથી પશ્ચિમ દિશામાં આવેલા જુના કુવામાં મળસ્કે ૩:૩૦ના સુમારે એક જંગલી માદા દિપડી કુવામાં ખાબકી હતી. જોકે, બનાવની જાણ થતાં વન વિભાગના વનકર્મીઓને તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વહેલી સવારે ૭:૩૦ વાગ્યે પીમ્પરીની રાઉન્ડ ફોરેસ્ટ કચેરીના વનકર્મીઓએ તાબડતોડ સ્થળ પર પહોચી દિપડીને રેસ્ક્યુ કરવા માટેની કામગીરી હાથ ધરી હતી.

દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક નિલેશ પંડ્યાના માર્ગદર્શન મુજબ સાડા ત્રણ વર્ષની ઉંમરના વન્યપ્રાણી દીપડીને કોઈ નુકશાન ન થાય તે રીતે સફળ રેસ્ક્યુ કરી કુવામાંથી બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ વનકર્મીઓ દ્વારા આ દીપડીને સલામત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવી હતી.

Next Story