Connect Gujarat
ગુજરાત

ડાંગ : આહવા ખાતે સુશાસન સપ્તાહ નિમિત્તે યોજાયો આરોગ્ય વિષયક કાર્યક્રમ...

ડાંગ : આહવા ખાતે સુશાસન સપ્તાહ નિમિત્તે યોજાયો આરોગ્ય વિષયક કાર્યક્રમ...
X

ડાંગના જરૂરિયાતમંદ પ્રજાજનોની આરોગ્ય વિષયક સુવિધાઓ વધારવા માટે જરૂર પડયે વધુ રૂ. ૩૦ લાખની ફાળવણી કરવાની તત્પર્તા દર્શાવતા ડાંગના ધારાસભ્ય વિજય પટેલે સ્થાનિક કક્ષાએ RTPCR લેબ સહિતની આનુષાંગિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં રાજ્ય સરકાર કોઈ કચાશ નહીં છોડશે તેમ જણાવ્યુ હતું.

સુશાસન સપ્તાહના ત્રીજા દિવસે આહવા ખાતે આયોજિત આરોગ્ય વિષયક કાર્યક્રમમાં ધારાસભ્યએ કોરોનાની મહામારી વેળા આરોગ્ય કર્મચારી એવા કોરોના વોરિયર્સએ પોતાના તથા તેમના પરિવારજનોની ચિંતા કર્યા વિના, જીવના જોખમે સેવા બજાવીને સુશાસનની વિભાવનાને ચરિતાર્થ કરી છે તેમ જણાવ્યુ હતું. તેમણે સુશાસન સપ્તાહના ભાગરૂપે રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લાને પણ કેટલીક વધુ આરોગ્ય સુવિધાઓ પ્રાપ્ત થઈ રહી છે તેમ ઉમેર્યુ હતું. આહવા સ્થિત સિવિલ હોસ્પિટલના પરિસરમા આયોજિત કાર્યક્રમ દરમિયાન જિલ્લાની સગર્ભા, તથા ધાત્રી માતાઓ, અને બાળકોને પોષણ કીટ અર્પણ કરતા ધારાસભ્ય વિજય પટેલે ડાંગના પ્રજાજનોના સ્વાસ્થ્ય બાબતે અધિકારીઓ અને પદાધિકારીઓ સતત ચિંતિત છે, જેના પરિણામ સ્વરૂપ કોરોનાના કપરા કાળમાં પણ ડાંગ જિલ્લામાં મહદઅંશે કોરોનાને કાબુમા રાખવા આપણે સફળ રહ્યા છે તેમ જણાવ્યુ હતું.


Next Story