Connect Gujarat
ગુજરાત

ડાંગ : "હમ ભી, કિસીસે કમ નહીં", આહવા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાય

સમાજના દરેક ક્ષેત્રે આગળ વધી રહેલી નારીઓનુ ગૌરવગાન કરતા ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળ ગાવિતે, સુશાસનને કારણે દેશની નારીઓએ ઊંચી ઉડાન ભરી છે

ડાંગ : હમ ભી, કિસીસે કમ નહીં, આહવા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાય
X

સમાજના દરેક ક્ષેત્રે આગળ વધી રહેલી નારીઓનુ ગૌરવગાન કરતા ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળ ગાવિતે, સુશાસનને કારણે દેશની નારીઓએ ઊંચી ઉડાન ભરી છે તેમ જણાવી, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, ડાંગની નારીઓએ તેને અપાયેલા નારાયણીના ઉચ્ચ સ્થાનને સાચા અર્થમા સાર્થક કર્યું છે તેમ જણાવ્યુ હતું.

ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારની નારીઓને પણ, તેમના કુનેહ અને કૌવતને બહાર લાવીને, હમ ભી કિસીસે કમ નહીંનો અવાજ બુલંદ કરવાની પ્રમુખ ગાવિતે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી કાર્યક્રમ વેળા હિમાયત કરી હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામના પાઠવતા મહિલા અગ્રણી સીતા નાયકે, તેમના પ્રાસંગિક ઉદબોધનમાં, ડાંગની મહિલાઓને માત્ર એક દિવસ જ નહીં, પરંતુ વર્ષભર આત્મ સન્માન સાથે જીવન ગુજારવું જોઈએ તેમ જણાવ્યુ હતું. રાજ્યની મહિલાઓના આત્મા ગૌરવ માટે વડાપ્રધાનએ અનેકવિધ મહિલા ઉત્કર્ષની યોજનાઓ અમલી બનાવી છે, ત્યારે આવી યોજનાનો લાભ લઈને, મહિલાઓને આત્મનિર્ભર બનવાની હિમાયત કરી હતી. ડાંગ જિલ્લાના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણીના કાર્યક્રમમાં, ગ્રામીણ નારીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી, પોતાના આત્મગૌરવને ઉજાગર કરવાની પણ અપીલ કરી હતી.

Next Story