Connect Gujarat
ગુજરાત

ડાંગ : સ્પેનમાં મુરલી ગાવીતે લગાવી દોડ, 28.42 મિનિટમાં 10 કિમી દોડી રેકોર્ડ હાંસલ કર્યો...

ડાંગ એક્સપ્રેસ મુરલી ગાવીતે સ્પેનમાં 28.42 મિનિટમાં 10 કિલોમીટર દોડી વધુ એક રેકોર્ડ હાંસલ કર્યો છે

ડાંગ : સ્પેનમાં મુરલી ગાવીતે લગાવી દોડ, 28.42 મિનિટમાં 10 કિમી દોડી રેકોર્ડ હાંસલ કર્યો...
X

ડાંગ એક્સપ્રેસ મુરલી ગાવીતે સ્પેનમાં 28.42 મિનિટમાં 10 કિલોમીટર દોડી વધુ એક રેકોર્ડ હાંસલ કર્યો છે, ત્યારે આંતરરાષ્ટ્રીય રેકોર્ડ બદલ મુરલી ગાવીતે દેશનું નામ રોશન કર્યું છે.

ડાંગ જિલ્લામાં ડાંગ એક્સપ્રેસના નામે જાણીતા મુરલી ગાવિતે દેશમાં અનેક મેડલ મેળવ્યા બાદ હાલ સ્પેન ખાતે ચાલતી આંતરરાષ્ટ્રીય દોડમાં 10 કિલોમીટર 28. 42 મિનિટમાં પૂર્ણ કરી આંતરરાષ્ટ્રીય રેકોર્ડ રચી દેશનું નામ રોશન કર્યું છે. 3 વર્ષ અગાઉ પંજાબ ખાતે 23મી ફેડરેશન કપ નેશનલ ચેમ્પિયનશિપ-2019માં પ્રથમ દિવસે 500 મીટરની દોડ 13.45 મિનિટમાં અને બીજા દિવસે 10 હજાર મીટરની દોડ 29.21 મિનિટમાં પૂર્ણ કરી 2 ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. ત્યારબાદ સ્પેન ખાતે દોડમાં ભાગ લઈ 10 કિમીની દોડ પૂર્ણ કરી રાષ્ટ્રીય રેકોર્ડ હાંસલ કર્યો છે. જેથી કહી શકાય કે, ડાંગ એક્સપ્રેસ મુરલી ગાવીતે દુનિયામાં ભારતનો ડંકો વગાડ્યો છે.

Next Story