Connect Gujarat
ગુજરાત

ડાંગ : આહવા પ્રાથમિક શાળાના રસોડે સ્વાદની સોડમ સાથે પ્રધાનમંત્રી પોષણ યોજનાનો પ્રારંભ...

મધ્યાહન ભોજનમા અપાતુ ભોજન, એ માત્ર ભોજન જ નથી, પરંતુ પ્રેમભાવનો પ્રસાદ છે તેમ, ડાંગ જિલ્લા કલેક્ટર ભાવિન પંડયાએ જણાવ્યુ હતું.

ડાંગ : આહવા પ્રાથમિક શાળાના રસોડે સ્વાદની સોડમ સાથે પ્રધાનમંત્રી પોષણ યોજનાનો પ્રારંભ...
X

મધ્યાહન ભોજનમા અપાતુ ભોજન, એ માત્ર ભોજન જ નથી, પરંતુ પ્રેમભાવનો પ્રસાદ છે તેમ, ડાંગ જિલ્લા કલેક્ટર ભાવિન પંડયાએ જણાવ્યુ હતું. કોરોના કાળ બાદ લગભગ ૭૦૦ દિવસો પછી ફરી એક વાર સમસ્ત રાજ્યની જેમ, ડાંગ જિલ્લાની પ્રાથમિક શાળાના રસોડે સ્વાદની સોડમ સાથે, બાળકોને પોષણ ક્ષમ ભોજન આપવાનું શરૂ થતા, અહીના રસોડા ધમધમતા થયા છે.

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત મધ્યાહન ભોજન રસોડે ફરજ બજાવતા રસોઈયા, સંચાલકો, સહાયકો વિગેરેને ફરીથી નવા જોમ અને જુસ્સા સાથે, આ પ્રવૃત્તિમા પ્રવૃત કરવાના ભાગરૂપે, ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓમા કુકીંગ કોમ્પિટિશન યોજવામા આવી હતી. જેમા વિજેતા નિવડેલા સ્પર્ધકો માટેની, જિલ્લા કક્ષાની કુકીંગ કોમ્પિટિશન સાથે ફરી એકવાર શાળાના રસોડાઓમાંથી પોષણક્ષમ વાનગીઓની સોડમ આવવા લાગી. ઉલ્લેખનિય છે કે, સને. ૨૦૨૦થી કોવિડ-૧૯ની મહામારીને કારણે અંદાજિત ૭૦૦ જેટલા દિવસો દરમિયાન, રાજ્યની પ્રાથમિક શાળાઓમા, આ યોજના હેઠળ અપાતુ ગરમ ભોજન બંધ કરાયુ હતુ. જેના સ્થાને લાભાર્થી વિદ્યાર્થીઓને ફૂડ સિક્યોરિટી એલાઉન્સ અંતર્ગત અનાજ અને કુકીંગ કોસ્ટની ચુકવણી કરવામાં આવી હતી.

Next Story