Connect Gujarat
ગુજરાત

ડાંગ : આહવાના આંગણે 'સખી મંડળો'નો મેળાવડો, રાસ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત મેળાવડો યોજાયો

‘રાસ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’ કાર્યક્ર્મ અંતર્ગત આહવા ખાતે ગ્રામીણ સખી મંડળોના પ્રાદેશિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

ડાંગ : આહવાના આંગણે સખી મંડળોનો મેળાવડો, રાસ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત મેળાવડો યોજાયો
X

ગ્રામ્ય નારીઓને 'આત્મનિર્ભર' બનાવતા 'રાસ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન' કાર્યક્ર્મ અંતર્ગત આહવા ખાતે ગ્રામીણ સખી મંડળોના પ્રાદેશિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આહવાના ડાંગ સેવા મંડળના પટાંગણમા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના NRLM દ્વારા ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓના પસંદગીના ૨૧ જેટલા સખી મંડળો દ્વારા તા. ૨૬/૧૧/૨૦૨૧ સુધી આયોજીત આ પ્રાદેશિક મેળામાં સ્થાનિક ભોજન ઉપરાંત વિવિધ નાસ્તા, પરંપરાગત વાનગીઓ સહિત ફાસ્ટ ફૂડ, નાગલી-મશરૂમ અને ચોખાની વિવિધ વાનગીઓ, નાગલી અને ચોખાના વિવિધ ઉત્પાદનો, દેશી અનાજ, કઠોળ, સ્થાનિક મસાલા, વાંસનુ અથાણું, કાજુ, મધ, અને વાંસના રમકડાં, શો-પીસ, હેંડીક્રાફ્ટની વિવિધ બનાવટો સહિત ખાણીપીણીના સ્ટોલ્સ રજૂ કરાયા છે. ડાંગ જિલ્લા વિકાસ અધિકારી-વ-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચેરમેન ડો. વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.એન.ચૌધરી તથા તેમની ટીમ દ્વારા આયોજિત પાંચ દિવસીય પ્રાદેશિક મેળાનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવીત તથા ધારાસભ્ય વિજય પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

Next Story