Connect Gujarat
ગુજરાત

ડાંગ : વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ વિભાગના રાજ્ય મંત્રીએ લીધી "દંડકારણ્ય"ની મુલાકાત

વન પર્યાવરણ અને કલાઇમેટ ચેન્જ વિભાગના રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ કરી હતી.

ડાંગ : વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ વિભાગના રાજ્ય મંત્રીએ લીધી દંડકારણ્યની મુલાકાત
X

ડાંગ જેવા વન પેદાશો અને વનૌષધીઓથી ભરપૂર પ્રદેશમા વનિલ ઉત્પાદનો થકી સ્થાનિક રોજગારીની રહેલી વિપુલ શક્યતાઓનો બખૂબી ઉપયોગ કરીને, વનપ્રદેશમાં વસતા પરિવારોને ઘર આંગણે જ રોજગારી ઉપલબ્ધ કરાવવાની હિમાયત રાજ્યના સહકાર, કુટીર ઉધોગ, મીઠા ઉધોગ, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી સહિત વન પર્યાવરણ અને કલાઇમેટ ચેન્જ વિભાગના રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ કરી હતી.

ગત દિવસો દરમિયાન ડાંગ જિલ્લાની ત્રણ દિવસની મુલાકાતે પધારેલા મંત્રીએ ડાંગ કલેક્ટર ભાવિન પંડયા સહિત નાયબ વન સંરક્ષક સર્વ અગ્નિશ્વર વ્યાસ અને નિલેશ પંડયા, વન અધિકારીઓ અને જિલ્લા પંચાયત પ્રમુખ મંગળગાવિત, ધારાસભ્ય વિજય પટેલ સહિતના પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક હાથ ધરી ઉપયોગી માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું. ડાંગ જિલ્લાની વિવિધ જંગલ કામદાર સરકારી મંડળીઓના પ્રતિનિધિઓ સાથે પણ વિચાર વિમર્શ હાથ ધરી મંત્રીએ 100 ટકા પ્રાકૃતિક ખેતીને વરેલા ડાંગ જિલ્લામા આયુર્વેદિક વનૌષધીઓના જતન, સંવર્ધન સાથે ગૌણ વનપેદાશોનુ એકત્રીકરણ, રો મટિરિયલ્સનુ સ્ટોરેજ, તેનુ વેલ્યુ એડેડ ઉત્પાદન, વેચાણ જેવા મુદ્દે ઘનિષ્ઠ ચર્ચા વિચારણા હાથ ધરી હતી.

Next Story