Connect Gujarat
ગુજરાત

ડાંગ : નેશનલ હાઈવે નં. 953 પર હાથ ધરાયુ માર્ગ સુધારણા અભિયાન..

ચાલુ વર્ષે ચોમાસા દરમ્યાન પડેલા અનરાધાર વરસાદને પગલે રાજ્યના મોટાભાગના જાહેર માર્ગો ઉપર ભારે નુકશાન થવા પામ્યુ હતું.

ડાંગ : નેશનલ હાઈવે નં. 953 પર હાથ ધરાયુ માર્ગ સુધારણા અભિયાન..
X

ચાલુ વર્ષે ચોમાસા દરમ્યાન પડેલા અનરાધાર વરસાદને પગલે રાજ્યના મોટાભાગના જાહેર માર્ગો ઉપર ભારે નુકશાન થવા પામ્યુ હતું. જેને લઈને વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.

રાજ્યના વાહનચાલકો અને પ્રજાજનોની આ મુશ્કેલી નિવારવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારે વિશેષ માર્ગ સુધારણા અભિયાન હાથ ધર્યું છે, ત્યારે રાજ્યના છેવાડે આવેલા, અને મહારાષ્ટ્ર રાજ્ય સાથે આંતરરાજ્ય ધોરી માર્ગોથી જોડાયેલા ડાંગ જિલ્લામાં પણ આ અભિયાન આગળ વધી રહ્યુ છે. ડાંગમાં જિલ્લા પંચાયત, વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) સહિત નેશનલ હાઈવે ઓથોરિટીનો પણ એક માર્ગ આવેલો છે. જેના ઉપર પણ ડામર પેચવર્કનનું કામ પુરજોશમાં ચાલી રહ્યુ છે.

રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીએ પણ દિવાળી પહેલા રાજ્યના તમામ માર્ગોની સુધારણાનો લક્ષ નિર્ધાર કર્યો છે. જે ધ્યાને લેતા ડાંગ કલેકટર ભાવિન પંડ્યાએ જિલ્લા પંચાયત, વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ સહિત ડાંગમાંથી પસાર થતા એક માત્ર નેશનલ હાઈવે નંબર ૯૫૩ ઉપર પણ ઝુંબેશરૂપે કામગીરી હાથ ધરવાની સૂચના આપી છે. જે મુજબ આ તમામ વિભાગોએ તેમના હસ્તકના માર્ગોની સુધારણાનુ કાર્ય પુરજોશમાં શરૂ કરી દીધુ છે. ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાંથી એક માત્ર નેશનલ હાઈવે નંબર ૯૫૩ પસાર થાય છે. સોનગઢ થી સાપુતારા સુધીના આ માર્ગની કુલ ૧૦૫ કિલોમીટરની લંબાઈ પૈકી ૮૨.૨ કિલોમીટરનો આ નેશનલ હાઈ વે ડાંગ જિલ્લામાથી પસાર થાય છે. જે બરડીપાડાથી લશ્કરિયા, આહવા, શામગહાન થઈ ગિરિમથક સાપુતારા થઈ મહારાષ્ટ્રને જોડે છે. ગુજરાત મહારાષ્ટ્રને જોડતા આ માર્ગ ઉપર ભારે વરસાદને કારણે કેટલેક ઠેકાણે ખાડાઓ પડી જતા તેના ઉપર ડામર પેચવર્કનું કાર્ય પણ ઝડપભેર શરૂ કરી દેવામાં આવ્યુ છે.

Next Story