Connect Gujarat
ગુજરાત

ડાંગ : ગ્રામીણ મહિલાઓને સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવતી 'નેશનલ રૂરલ લાઇવલી હુડ મિશન' યોજના

ડાંગ જિલ્લાની ગ્રામીણ મહિલાઓએ NRLMના સથવારે સાચા અર્થમા ‘આત્મનિર્ભર’ બનીને મહિલા સશક્તિકરણનુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ

ડાંગ : ગ્રામીણ મહિલાઓને સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવતી નેશનલ રૂરલ લાઇવલી હુડ મિશન યોજના
X

'આત્મનિર્ભર ભારત'ની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કલ્પનાને ચરિતાર્થ કરતા, ડાંગ જિલ્લાની ગ્રામીણ મહિલાઓએ NRLMના સથવારે સાચા અર્થમા 'આત્મનિર્ભર' બનીને મહિલા સશક્તિકરણનુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.

ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની NRLM (નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન) યોજના અંતર્ગત ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં ૧૩૯૫, વઘઇમા ૧૧૮૯, અને સુબિર તાલુકામાં ૯૯૮ મળી કુલ ૩૫૮૨ મહિલા સ્વસહાય જૂથોની રચના કરવામાં આવી છે. આ જૂથો પૈકી જિલ્લામાં ૨૮૦૬ જૂથો વિવિધ પ્રવૃતિઓ કરી રહ્યા છે. ડાંગના મહિલા સ્વસહાય જૂથો પૈકી કુલ ૩૧૮૫ જૂથોને સરકારશ્રી દ્વારા ૩૧૯.૪૮ લાખ રૂપિયા રિવોલ્વિંગ ફંડ તરીકે આપવામાં આવ્યા છે, જ્યારે ૪૩ જૂથોને ૨૨ લાખ રૂપિયા સ્ટાર્ટઅપ ફંડ તરીકે અપાયા છે. સાથે સાથે જિલ્લાના ૧૧૩ મંડળોને રૂ. ૧૯૮.૪૫ લાખ રૂપિયા સી.આઇ.એફ. તરીકે ચૂકવવામાં આવ્યા છે.

ડાંગ જિલ્લાના ૩૫૮૨ સ્વસહાય જૂથો પૈકી ૧૫૭૬ જૂથો આર્થિક પ્રવૃતિઓમા જોડાયા છે. ખેતીવાડી, પશુપાલન સાથે અહીના મહિલા સ્વસહાય જૂથોની ગ્રામીણ બહેનો દ્વારા કેન્ટીન સર્વિસ, મંડપ ડેકોરેટર્સ, કેટરીંગ, સાડી અને ભરત ગુંથણ, બ્યુટી પાર્લર, ગૃહ સુશોભનની બનાવટો, કટલરીનુ વેચાણ, વાંસની બનાવટો, ફ્લોર મીલ, અને નાગલી પાપડ સહિતની વિવિધ ચીજવસ્તુઓનું ઉત્પાદન તથા વેચાણની પ્રવૃતિ હાથ ધરવામાં આવી રહી છે. ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચેરમેન અને જિલ્લા વિકાસ અધિકારી ડો. વિપિન ગર્ગના કુશળ નેતૃત્વ હેઠળ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના NRLM દ્વારા ડાંગની ગ્રામીણ મહિલાઓને સાચા અર્થમાં 'આત્મનિર્ભર' બનાવવામા આવી રહી છે.

Next Story
Share it