Connect Gujarat
ગુજરાત

ડાંગ : આંતરરાષ્ટ્રીય વન દિવસે 130 ગામોના 19,115 લોકોએ નમો વડ વનનો સંકલ્પ વ્યક્ત કર્યો.

આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી દરમિયાન, રાજ્યમાં નમો વડ વનના શુભારંભ સાથે, લોકોમાં વનો પ્રત્યે જાગૃતિ આવે તે માટે ઠેર ઠેર કાર્યક્રમો આયોજિત કરાયા હતા.

ડાંગ : આંતરરાષ્ટ્રીય વન દિવસે 130 ગામોના 19,115 લોકોએ નમો વડ વનનો સંકલ્પ વ્યક્ત કર્યો.
X

પ્રતિ વર્ષની જેમ તા. ૨૧ માર્ચ ૨૦૨૨ના દિવસે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી દરમિયાન, રાજ્યમાં નમો વડ વનના શુભારંભ સાથે, લોકોમાં વનો પ્રત્યે જાગૃતિ આવે તે માટે ઠેર ઠેર કાર્યક્રમો આયોજિત કરાયા હતા. દરમિયાન રાજ્ય કક્ષાએથી મુખ્યમંત્રીએ ગાંધીનગરથી તેમનું પ્રજાજોગ ઉદબોધન રજૂ કર્યું હતું. જેનું બાયસેગ/સેટકોમના માધ્યમથી સૌએ રસપાન કર્યું હતું. આ વેળા રાજયકક્ષાએ વન પર્યાવરણ મંત્રી સહિત, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક, અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ દ્વારા પણ, વનો અને પર્યાવરણ વિશે સમજણ આપવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમ ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લામાં બાયસેગ/સેટકોમ ધરાવતી કુલ–130 શાળાઓમાં ઉપસ્થિત રહેલા 557 જેટલા મહાનુભાવો, 1205 જેટલા અધિકારી કર્મચારીઓ, વિધાર્થીઓ, આગેવાનો, વૃક્ષપ્રેમીઓ, તથા ગ્રામજનો મળી કુલ 29,115 લોકોએ, ઉપસ્થિત હયાત વનો પ્રત્યે પોતાનો હકારાત્મક અભિગમ જળવાઈ રહે, અને ડાંગ જિલ્લો હંમેશ માટે સંપૂર્ણ વનાચ્છાદિત રહે, તે અંગેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Next Story