Connect Gujarat
ગુજરાત

ડાંગ : ગુજરાતના ચેરાપુંજીમાં મેઘ મલ્હાર, પ્રકૃતિ સોળે કળાએ ખિલતા સહેલાણીઓનો ધસારો...

ગુજરાત રાજ્યના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં મઘા નક્ષત્રમાં વરસી રહેલા, અતિ કિંમતી વરસાદની મઝા માણી રહેલા પ્રકૃતિપ્રેમી પર્યટકો, મેઘ મલ્હાર આલાપી રહ્યા છે.

ડાંગ : ગુજરાતના ચેરાપુંજીમાં મેઘ મલ્હાર, પ્રકૃતિ સોળે કળાએ ખિલતા સહેલાણીઓનો ધસારો...
X

ગુજરાત રાજ્યના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં મઘા નક્ષત્રમાં વરસી રહેલા, અતિ કિંમતી વરસાદની મઝા માણી રહેલા પ્રકૃતિપ્રેમી પર્યટકો, મેઘ મલ્હાર આલાપી રહ્યા છે.

પ્રસ્તુત તસવીર ડાંગ જિલ્લાના આહવાના સીમાડે આવેલા જળ ધોધની છે, જ્યાં એક તરફ મેઘ મલ્હારની મોજ માણતા પર્યટકો છે. તો બીજી તરફ શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં કુદરતી જળ ધોધ સ્વયંભૂ રીતે, શિવલીંગ અને શિવ પ્રતિમા ઉપર જળાભિષેક કરી રહ્યાનો નજારો સર્જાયો છે. આ સાથે જ પ્રકૃતિ સોળે કળાએ ખિલતા સહેલાણીઓનો અવિરત ધસારો જોવા મળી રહ્યો છે.

Next Story