Connect Gujarat
ગુજરાત

ડાંગ : રાજ્યના છેવાડાના ચિંચલી ગામે એકલવ્ય શાળા માટે રૂ. 14.43 કરોડના વિકાસકામોની ભેટ...

ડાંગ : રાજ્યના છેવાડાના ચિંચલી ગામે એકલવ્ય શાળા માટે રૂ. 14.43 કરોડના વિકાસકામોની ભેટ...
X

સુશિક્ષિત અને સંસ્કારી સમાજ નિર્માણની જવાબદારી દિકરીઓ ઉપર નિર્ભર છે, ત્યારે શિક્ષકો અને વાલીઓએ પણ સજાગતા સાથે દિકરીઓના સંસ્કાર ઘડતર, અને ઉછેર ઉપર લક્ષ કેન્દ્રિત કરવુ પડશે, તેમ આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે ડાંગના આંગણેથી જણાવ્યુ હતું.

સમાજમાંથી કૂપોષણને દૂર કરી શકાય તે માટે તાજેતરમા જ સરકારે દિકરીઓની લગ્ન વયમાં વધારો કરીને 21 વર્ષ કર્યા છે, તેની ભૂમિકા આપતા મંત્રીશ્રીએ, રાજ્યના આદિજાતિના બાળકો પણ અન્ય સુધરેલા સમાજના બાળકોની હરોડમા શૈક્ષણિક કારકિર્દી ઘડી શકે તે માટે રાજ્ય સરકાર માતબર ખર્ચ કરી રહી છે, તેમ ઉમેર્યુ હતું. મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા ડાંગ જિલ્લાના છેક છેવાડાના ચિંચલી ગામે રૂ. ૧૪.૪૩ કરોડ જેવી માતબર રકમના ખર્ચે એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલના સ્ટાફ ક્વાટર્સ, હોસ્ટેલ બિલ્ડિંગ, અને ભોજનાલયના બાંધકામનું ભૂમિપૂજન કરતા મંત્રીએ, રાજ્ય સરકાર દ્વારા એકલવ્ય શાળાના પ્રત્યેક વિધ્યાર્થી દીઠ જ્યારે રાજ્ય સરકાર રૂ. ૧ લાખ ૯ હજારનો વાર્ષિક નિભાવ ખર્ચ ઉઠાવી રહી છે, ત્યારે બાળકો અને તેમના વાલીઓ પણ બાળકોની શૈક્ષણિક કારકિર્દી બાબતે જાગૃતિ કેળવે તે જરૂરી છે તેમ જણાવ્યુ હતું. ચિંચલી ખાતે વહેલી સવારે ફૂલગુલાબી ઠંડી વચ્ચે પધારેલા રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ, અન્ન અને નાગરિક પુરવઠો તથા ગ્રાહકોની બાબતના મંત્રી-વ-ડાંગના પ્રભારી મંત્રી નરેશ પટેલે એકલવ્ય કેમ્પસ સહિત, છાત્રાવાસ, ટોઇલેટ બ્લોક વિગેરેની જાત મુલાકાત લઈ, વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો.

Next Story