Connect Gujarat
ગુજરાત

ડાંગ : આત્મનિર્ભર બનવાની અપીલ સાથે સખી મંડળની "નાહરી" કેન્ટીનનો શુભારંભ

વધુ એક સખી મંડળે ‘આત્મનિર્ભર’ બનતા એક નવુ કેન્ટીન, ભોજનાલય શરૂ કરીને સ્વયં પગપર થવા બિડુ પણ ઝડપ્યુ

ડાંગ : આત્મનિર્ભર બનવાની અપીલ સાથે સખી મંડળની નાહરી કેન્ટીનનો શુભારંભ
X

મહિલા સશક્તિકરણના ભાગરૂપે ડાંગ જિલ્લાની ગ્રામીણ નારીઓના રચાયેલા 'સખી મંડળો'ને આર્થિક પ્રવૃતિઓ તરફ વાળીને, તેમને 'આત્મનિર્ભર' બનાવવાનું અનોખુ અભિયાન ડાંગ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા હાથ ધરાયુ છે. મહિલા સશક્તિકરણની આ શ્રૃંખલામા વધુ એક સખી મંડળે 'આત્મનિર્ભર' બનતા એક નવુ કેન્ટીન, ભોજનાલય શરૂ કરીને સ્વયં પગપર થવા સાથે અન્યોને રોજગારી આપવાનું બિડુ પણ ઝડપ્યુ છે.

આહવાના 'જય જલારામ સખી મંડળ'ની ડાંગ સેવા મંડળ ખાતે 'નાહરી' રેસ્ટોરન્ટ શરૂ કરીને ફરી એકવાર તેની ક્ષમતા પુરવાર કરી છે. સને ૨૦૧૬ના વર્ષમા ડાંગ જિલ્લાની ગ્રામ વિકાસ એજન્સી દ્વારા 'મિશન મંગલમ' યોજના હેઠળ રચાયેલા આ સખી મંડળને શરૂઆતમા જ રૂપિયા પાંચ હજારનુ રિવોલવિંગ ફંડ સરકાર દ્વારા અપાયું હતું. ત્યારબાદ તેમને વિવિધ ધંધા રોજગાર જેવી અર્થ ઉપાર્જનની પ્રવૃતિ માટે બીજી રૂ.૭ લાખનુ ફંડ ફાળવાયુ હતુ. જેનાથી આ સખી મંડળે 'કેન્ટીન' ની શરૂઆત કરી હતી. સખી મંડળની બહેનોની મહેનત, આવડત તથા હિંમતને ધ્યાને લેતા તેમના પ્રયાસોને વધુ પ્રોત્સાહિત કરતા, તાજેતરમા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.એન.ચૌધરી દ્વારા આ મંડળના બીજા 'કેન્ટીન'નો પણ શુભારંભ કરાવાયો હતો.

Next Story