Connect Gujarat
ગુજરાત

ડાંગ : સાપુતારામાં 2 વિદ્યાર્થોઓને આવ્યો કોરોના પોઝીટીવ, તંત્ર એલર્ટ

ડાંગ : સાપુતારામાં 2 વિદ્યાર્થોઓને આવ્યો કોરોના પોઝીટીવ, તંત્ર એલર્ટ
X

સરહદી ડાંગ જિલ્લામાં કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત સતર્કતા સાથે ઘનિષ્ઠ પગલા લેવામાં આવી રહ્યા છે, ત્યારે ગિરિમથક સાપુતારાની એક સ્કૂલના 2 વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા તુરત જ ઘટના સ્થળે ધસી જઈને સમગ્ર શાળા પરિવારના ટેસ્ટિંગનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

કોરોના એન્ટિજન ટેસ્ટ પોઝેટિવ આવતા બન્ને વિદ્યાર્થીઓને આઈસોલેશનમાં રાખવા સાથે, શાળાના અન્ય બાળકોના ટેસ્ટ સહિત તમામ શિક્ષકો, કર્મચારીઓ, તેમના પરિવારજનોના પણ ટેસ્ટિંગ કરવામા આવી રહ્યા છે. આરોગ્ય તંત્રની આ કામગીરીની ડાંગ કલેકટર ભાવિન પંડ્યાએ પણ સાપુતારા ધસી જઇ જાત મુલાકાત લીધી હતી. મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લાના તમામ એન્ટ્રી પોઇન્ટ્સ ઉપર પણ સઘન ચેકીંગ હાથ ધરવાની સૂચના આપી છે.

સાથે હોટેલ, રેસ્ટોરન્ટ, અતિથિ ગૃહો, ગેસ્ટ હાઉસ, જુદી જુદી મનોરંજન પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોનું ફરજીયાત વેક્સીનેસન થાય તે માટે પણ તેમણે જરૂરી સૂચના આપી છે. કલેકટર ભાવિન પંડ્યાની એક મુલાકાત વેળા ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હિમાંશુ ગામીત, અને જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ડી.સી.ગામીત અને તેમની ઉપસ્થિત રહ્યા હતા.

Next Story