Connect Gujarat
ગુજરાત

ડાંગ : આહવા ખાતે યોજાયો તાલુકા કક્ષાનો "કલા ઉત્સવ", વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત, તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વઘઇ સંચાલિત અને બી.આર.સી દ્વારા આયોજીત

ડાંગ : આહવા ખાતે યોજાયો તાલુકા કક્ષાનો કલા ઉત્સવ, વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો
X

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત, તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વઘઇ સંચાલિત અને બી.આર.સી દ્વારા આયોજીત આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે તાલુકા કક્ષાના કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડાંગ જિલ્લાના આહવા સ્થિત આંબાપાડા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કલા ઉત્સવમાં નિબંધ સ્પર્ધા, કાવ્ય સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, અને વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. દરેક સ્પર્ધામાં તાલુકાના અલગ અલગ ૧૬ કલસ્ટર પૈકી જુદી જુદી શાળાઓમાથી કુલ ૬૪ કલાપ્રેમી બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કલા (આર્ટ) એટલે કાંઇક નવુ કરવું, કલામાં બાળક પોતાની અભિવ્યકિત પ્રસ્તુત કરે છે. કલાઓમાં શ્રેષ્ઠ કલા ચિત્ર કલા છે. કલા બાળકના વ્યક્તિત્વ વિકાસમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એક બાળકમાં કલાના પરિચયના કારણે બૌધ્ધિક ક્ષમતાનું સ્તર વધે છે. સર્જનાત્મકતામાં પણ વધારો થાય છે, અને આત્મવિશ્વાસ પણ વધે છે. જે બાળકોમાં ભણતર સિવાયની જે બીજી કલાઓ રહેલી છે, તેને પ્રેરણા મળે છે. સાથે સાથે તેઓ તેમને ગમતા ક્ષેત્રમા આગળ વધી શકે છે. કલા ઉત્સવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રહેલ વિશિષ્ટ, સુષુપ્ત શક્તિઓ, અને કૌશલ્યની ઓળખ તથા તેની પ્રતિભા વિકસાવવાનો છે, ત્યારે આ કાર્યક્રમમાં બાળ કલાકારોને પ્રોત્સાહન પૂરુ પાડવા DY. DPEO નરેન્દ્ર ઠાકરે હાજર રહયા હતા. તેમજ શાળાના આચાર્ય, સી.આર.સી/બી.આર.સી. મિત્રો, નિર્ણાયકો, માર્ગદર્શક શિક્ષકો, અને ખાસ શાળાના સ્વયંસેવક બાળમિત્રોએ ઉપયીગી ભૂમિકા ભજવી હતી.D

Next Story