Connect Gujarat
ગુજરાત

ડાંગ : ગ્રામીણ માર્ગોની મરામત પુરજોશમાં હાથ ધરતું તંત્ર, 58 માર્ગોને થયું છે રૂ. 218 લાખથી વધુનું નુકશાન

ભારે વરસાદના કારણે ડાંગ જિલ્લાન 3 તાલુકાઓના રોડ-રસ્તાને ભારે નુકશાન થયું છે, ત્યા

ડાંગ : ગ્રામીણ માર્ગોની મરામત પુરજોશમાં હાથ ધરતું તંત્ર, 58 માર્ગોને થયું છે રૂ. 218 લાખથી વધુનું નુકશાન
X

ભારે વરસાદના કારણે ડાંગ જિલ્લાન 3 તાલુકાઓના રોડ-રસ્તાને ભારે નુકશાન થયું છે, ત્યારે માર્ગ મકાન વિભાગ દ્વારા અસરકારક માર્ગોનું તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.

આહવા તાલુકામાં કુલ ૧૨ માર્ગોને રૂ.૪૭ લાખનુ નુકશાન થવા સાથે, સુબીર તાલુકાના ૨૪ માર્ગોને રૂ.૧૧૭.૧૦ લાખ, અને વઘઈ તાલુકાના ૨૨ માર્ગોને રૂ. ૫૪ નુકશાન પહોંચ્યુ છે. રાજય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા અસરકારક માર્ગો, પુલો, કોઝ-વેનુ તાત્કાલિક દુરસ્તીકામ હાથ ધરી, તેને વાહન વ્યવહાર યોગ્ય બનાવવા માટે, જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા, તથા જિલ્લા વિકાસ અધિકારી ડો. વિપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ, જિલ્લા પંચાયત બાંધકામ શાખાની ટીમ રાઉન્ડ ધ ક્લોક માર્ગ સુધારણાના કામે લાગી ગઈ છે. રાજયના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના ગ્રામ્ય માર્ગોને પણ ભારે નુકશાન થવા પામ્યુ છે. જિલ્લા પંચાયતની બાંધકામ શાખાના કાર્યપાલક ઈજનેર રાજૂ ચૌધરી તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, ડાંગ જિલ્લામાં મુશળધાર વરસાદને પગલે એક પ્રાથમિક અંદાજ મુજબ કુલ-૫૮ જેટલા ગ્રામીણ માર્ગો, પુલો, કોઝ-વે ને અંદાજિત રૂ. ૨૧૮.૧૦ લાખ જેટલુ નુકશાન થયુ છે.

Next Story