Connect Gujarat
ગુજરાત

ડાંગ : 'ક્લીન ઈન્ડિયા' કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય સંસ્થાઓમાં 'સ્વચ્છતા ડ્રાઈવ' હાથ ધરાય

ઓક્ટોબર માસ દરમિયાન ડે ટુ ડેના કાર્યક્રમોનું આયોજન કરાયું

ડાંગ : ક્લીન ઈન્ડિયા કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા ડ્રાઈવ હાથ ધરાય
X

ડાંગ જિલ્લામા તા. ૧લી ઓક્ટોબર, ૨૦૨૧થી શરૂ થયેલા 'ક્લીન ઈન્ડિયા' પ્રોગ્રામ અંતર્ગત તા. ૬ ઓકટોબરે જિલ્લાની આરોગ્ય સંસ્થાઓમા વિશેષ 'સ્વચ્છતા ડ્રાઈવ' હાથ ધરાય હતી.

ડાંગ જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં માહે ઓક્ટોબર માસ દરમિયાન ડે ટુ ડેના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જે મુજબ તા. ૬/૧૦/૨૦૨૧ના રોજ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત જનરલ હોસ્પિટલ સહિત વઘઇ, સુબિર અને શામગહાનના સામુહિક આરોગ્ય કેન્દ્રો તથા પિંપરી, ગાઢવી, ગલકુંડ, સાપુતારા, સાકરપાતળ, ઝાવડા, કાલીબેલ, શિંગાણા અને પીપલદહાડ તથા ગારખડી ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે વિશેષ 'સ્વચ્છતા ડ્રાઈવ' હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક અગ્રણીઓ, અને ગ્રામજનો સહયોગથી આરોગ્યકર્મીઓએ હાથ ધરેલી આ ડ્રાઈવ દરમિયાન આરોગ્ય સંસ્થાઓના ખૂણેખૂણાની સ્વચ્છતા ઉપર વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરાયું હતું.

Next Story