Connect Gujarat
ગુજરાત

ડાંગ : પતંજલિ યોગ પરિવાર દ્વારા "યજ્ઞ મહોત્સવ"નું આયોજન, નગરવાસીઓને પાઠવાયું આમંત્રણ...

ડાંગ : પતંજલિ યોગ પરિવાર દ્વારા યજ્ઞ મહોત્સવનું આયોજન, નગરવાસીઓને પાઠવાયું આમંત્રણ...
X

ડાંગ જિલ્લા પતંજલિ યોગ પરિવાર દ્વારા, સ્વામી રામદેવ મહારાજના તેજસ્વી સન્યાસી પૂજ્ય યજ્ઞદેવ મહારાજના સાનિધ્યમાં ડાંગ જિલ્લાનો યજ્ઞ મહોત્સવ વધઈ ખાતે આયોજિત કરાયો છે.

તારીખ ૨૭મી ડિસેમ્બર સોમવારે બપોર બાદ ૩:૩૦ વાગ્યાથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, રાજેદ્રપુર (વઘઈ), જિ.ડાંગ ખાતે આયોજિત આ યજ્ઞ મહોત્સવ દરમિયાન સ્વામી યજ્ઞદેવજી મહારાજના સાનિધ્યમા પ્રત્યક્ષ યજ્ઞ કરવા માટે ડાંગના તમામ લોકોને દર્શાવેલ નંબર ઉપર સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરવા જણાવાયુ છે. આ માટે (૧) પ્રીતિ ભાવસાર-૯૭૨૪૩ ૩૬૭૯૨, (૨) ગૌરવ કટારે-૮૩૨૦૪ ૪૦૨૪૧, અને (૩) શૈલેષભાઈ-૯૪૨૭૧ ૫૪૮૬૬નો સંપર્ક કરી શકાશે.

નિયમિત યજ્ઞ કરવાથી પર્યાવરણ શુદ્ધિ, બેક્ટેરીયા, વાયરસથી મુક્તિ, સાથે જીવનમાં સુખ, શાંતિ અને દરેક પ્રકારની સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. અલગ અલગ પ્રકારની હવન સામગ્રીનો ઉપયોગ કરીને કરવામા આવતા યજ્ઞથી અસાધ્ય રોગોને મટાડવામાં ખૂબ જ મદદ મળે છે. જેની પાછળનુ વિજ્ઞાન શું છે ? તે જાણવા, સમજવા તથા યજ્ઞ કરવા કે, સહભાગી થવા માટે નગરવાસીઓને આમંત્રણ પાઠવાયુ છે. ડાંગના કોઈ પણ વ્યક્તિ આ કાર્યક્રમમાં ભાગ લઈ યજ્ઞ કરી શકે છે. આ માટે જરૂરી (૧) ગેલ્વેનાઈઝ હવનકુંડ+સંપૂર્ણ કીટ, (૨) તાંબાનુ હવનકુંડ+સમગ્ર કીટ યજ્ઞ સ્થળેથી મળશે. જેમની પાસે હવનકુંડ તથા સંપૂર્ણ કીટની વ્યવસ્થા હોય તેમણે આ કીટ ખરીદવાની જરૂર નથી. જેમણે કીટ ખરીદવાની હોય તો તે માટે રજીસ્ટ્રેશન કરવાથી યજ્ઞના સ્થળેથી કીટ અને સામગ્રી ઉપલબ્ધ કરાવાશે. હરીદ્વારથી હર દ્વાર (દરેક ધર) સુધી યજ્ઞ ચિકિત્સાના લાભો પહોંચાડી ડાયાબિટીસ, દમ, ખાંસી, કોલેસ્ટ્રોલ, તણાવ, લખવો, ધ્રુજારી, વાંઝણાપણુ, એસીડીટી, પીઠ દર્દો, નસમા દુખાવો, ત્વચાના રોગો, ત્રિર્દોષ, કેન્સર, ટ્યૂમર, વંશાનુગત વિકાર, શાંતી અને ખુશી માટે યજ્ઞ અનિવાર્ય અને ઉપયોગી પુરવાર થયા છે, તેમ આયોજકો દ્વારા જણાવાયુ છે.

Next Story