Connect Gujarat
ગુજરાત

દેવભૂમિ દ્વારકા : દ્વારકાધીશ જગત મંદિરે કરાશે દીપોત્સવી પર્વની ઉજવણી, વાંચો પૂજન-અર્ચનનો સમય

દેવભૂમિ દ્વારકા જિલ્લા દ્વારકા સ્થિત દ્વારકાધીશ જગત મંદિર ખાતે દિવાળીના તહેવારો નિમિત્તે દીપોત્સવી ઉત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવશે.

દેવભૂમિ દ્વારકા : દ્વારકાધીશ જગત મંદિરે કરાશે દીપોત્સવી પર્વની ઉજવણી, વાંચો પૂજન-અર્ચનનો સમય
X

દેવભૂમિ દ્વારકા જિલ્લા દ્વારકા સ્થિત દ્વારકાધીશ જગત મંદિર ખાતે દિવાળીના તહેવારો નિમિત્તે દીપોત્સવી ઉત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવશે.

આગામી દીપાવલી પર્વને ધ્યાનમાં રાખી દ્વારકાધીશ જગત મંદિર ખાતે દીપોત્સવી ઉત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના પૂજન-અર્ચન સહિત નિત્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તા. 2 નવેમ્બરના રોજ વાઘબારસ પર્વની ઉજવણી કરાશે. જેમાં દિવસ દરમિયાન શ્રીજીના નિત્યક્રમ મુજબ પૂજન-અર્ચન કરાશે. તા. 3 નવેમ્બરના રોજ ધનતેરસ (રૂપચૌદસ ક્ષય તિથિ)ની ઉજવણી કરાશે. જેમાં શ્રીજીના દર્શન નિત્યક્રમ મુજબ રાખવામાં આવ્યા છે.

તા. 4 નવેમ્બરના રોજ દીપાવલી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. દીપાવલી પર્વ પર સવારના સમયે શ્રીજીના દર્શન નિત્યક્રમ મુજબ રહેશે. ત્યારબાદ બપોરે 1 કલાકે અનોસર (મંદિર બંધ ) અને સાંજે 5 કલાકે ઉત્થાપન દર્શનનું આયોજન કરાયું છે. તો સાંજે 8 કલાકે હાટડી દર્શન અને રાત્રે 9:45 વાગ્યે અનોસર (મંદિર બંધ ) રાખવામાં આવ્યું છે. તા. 5 નવેમ્બરના રોજ નૂતન વર્ષના દિવસે અન્નકૂટ ઉત્સવની ઉજવણી થશે. નવા વર્ષની સવારે 6 કલાકે મંગળા આરતી અને બાદમાં શ્રીજીના દર્શન નિત્યક્રમ મુજબ રાખવામાં આવ્યા છે. આ સાથે જ બપોરે 1 કલાકે અનોસર (મંદિર બંધ) અને સાંજે 5થી 7 કલાક સુધી અન્નકૂટ દર્શનનું આયોજન કરાયું છે. તો રાત્રે 9:45 કલાકે અનોસર (મંદિર બંધ) કરવામાં આવશે. તા. 6 નવેમ્બરના રોજ ભાઈબીજની ઉજવણી કરાશે. સવારે 7 કલાકે મંગળા આરતી કર્યા બાદ તમામ ભક્તોને દર્શન કરવાનો સમય નિત્યક્રમ મુજબ રાખવામાં આવ્યો છે.

Next Story