Connect Gujarat
ગુજરાત

ધોલેરા એરપોર્ટનું કામ ક્યાં પહોંચ્યું, સરકારે આપ્યો જવાબ

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ધોલેરા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર કરવામાં આવનાર છે.

ધોલેરા એરપોર્ટનું કામ ક્યાં પહોંચ્યું, સરકારે આપ્યો જવાબ
X

અમદાવાદ થી 80 કિલોમીટર દૂર અને ધોલેરા થી 20 કિલોમીટર દૂર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ધોલેરા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર કરવામાં આવનાર છે. જે માટે પ્રથમ તબક્કાના ડેવલપમેન્ટની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઇ હોવાનુ વિધાનસભામાં સરકારે જણાવ્યું છે. વિધાનસભા સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણના પ્રશ્ન કર્યો હતો કે ધોલેરા એરપોર્ટ નું કામ કેટલે પહોંચ્યું, તેના જવાબમાં સરકારે આ વાત જણાવી હતી

ધોલેરા એરપોર્ટ માટે પહેલા તબક્કાના ડેવલપમેન્ટની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. જેની પાછળ 1 હજાર 305 કરોડનો ખર્ચ થશે તેમ સરકારે જણાવ્યું હતું.સાથે એમ પણ જણાવ્યું હતું કે આર્થિક બાબતોના કેબિનેટ કમિટીની મંજૂરી બાદ કામ શરૂ થશે અને કામ સોંપ્યું 4 વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાની રહેશે. મહત્વનું છે કે ગુજરાતના સૌથી વ્યસ્ત એવા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ આસપાસ વધારાના રનવેનું વિસ્તરણ થઇ શકે તેમ નથી જે માટે રાજ્યના પેસેન્જરોની હાલાકી ન વધે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ધોલેરા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર કરવામાં આવનાર છે.

આ એરપોર્ટને કેન્દ્ર અને રાજ્ય સરકારના પર્યાવરણ સહિત તમામ વિભાગોની મંજૂરી મળી ગઈ છે.ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ માટે 1427 હેક્ટર જમીનની ફાળવણી કરી છે અને 75 હેક્ટર જમીન સરકારને વેપારી વિકાસ માટે ફાળવવામાં આવી છે. તેમજ અન્ય તમામ સંબંધિત આનુષંગિક સેવાઓ સરકાર દ્વારા વિજળી, પાણી, પૂર નિયંત્રણ અને રસ્તા જેવી કે વિકસિત કરવામાં આવશે.ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ મેનેજિંગ ડિરેક્ટર IAS હરિત શુક્લા એ જણાવ્યું હતું કે અદ્યતન આંતરરાષ્ટ્રીય હવાઇમથક સાથે - ધોલેરા ગુજરાત રાજ્યનું સૌથી મોટું વિમાનમથક બનશે અને એમઆર, ડિફેન્સ અને એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ પણ વેગ મળશે. સૂચિત વિમાનમથક નજીકના શહેરો જેવા વડોદરા, રાજકોટ, ભાવનગર, નડિયાદ અને આણંદ થી વધતા જતા ટ્રાફિકને પણ નિયંત્રિત કરશે. સેવાઓ અને માળખાગત સુવિધા વાળું આ એરપોર્ટ શ્રેષ્ઠ રહેશે.

Next Story