Connect Gujarat
ગુજરાત

વલસાડ જિલ્લામાં મોક્‍ડ્રીલના આયોજન સંદર્ભે ડ્રીસ્‍ટ્રિકટ ક્રાઈસીસ ગૃપની બેઠક મળી

વલસાડ જિલ્લામાં મોક્‍ડ્રીલના આયોજન સંદર્ભે ડ્રીસ્‍ટ્રિકટ ક્રાઈસીસ ગૃપની બેઠક મળી
X

વલસાડ જિલ્લામાં વિવિધ આપત્તિઓ જેવી કે પુર, ભુકંપ, વાવાઝોડું, સુનામી અને ઔદ્યોગિક અકસ્‍માત વગેરે બાબતો અંગે લોકોમાં જાગૃતતા ફેલાવવાના હેતુસર જિલ્લામાં મોકડ્રીલનું આયોજન કરવાનું થાય છે. જે સંદર્ભે વલસાડ ડ્રીસ્‍ટિક્ટ ક્રાઈસીસ ગૃપ વલસાડની બેઠક નવી કલેક્‍ટર કચેરી સભાખંડ, વલસાડ ખાતે જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા અગ્રેના અધ્‍યક્ષસ્‍થાને મળી હતી.

આ બેઠકમાં વલસાડ કલેક્‍ટર ક્ષિપ્રા અગ્રેએ મોકડ્રીલ દરમિયાન કરવાની થતી કામગીરી અંગે ચર્ચા-વિચારણા કરી જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું. ઔદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્‍યના નાયબ નિયામક ડી.કે.વસાવાએ મોકડ્રીલ અંગે સવિસ્‍તર જાણકારી આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, વલસાડ અને વાપીના પ્રાંત અધિકારીઓ, જીપીસીબી પ્રાદેશિક કચેરીના પી.યુ.દવે, ઇ.ચા. સિવિલ સર્જન ભાવેશ ગોયાની, આર.ટી.ઓ. તપન મકવાણા, વલસાડ ડી.વાય.એસ.પી. મનોજ શર્મા, વાપી જી.આઇ.ડીસી.ના નાયબ પોલીસ અધિક્ષક વી.એન.પટેલ, એન.ડી.આર.એફ.ના દિપકકુમાર અને તેમની ટીમ સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા.

Next Story