Connect Gujarat
ગુજરાત

ગુજરાતના ઓખા દરીયા કાંઠે કરતબો કરતી ડોલ્ફીને પ્રવાસીઓના મન મોહી લીધા

ગુજરાતીઓને હવે ડોલ્ફિન જોવા ક્યાંય જવું નહિ પડે.ગુજરાતના ઓખા દરિયાકાંઠે અનેક ડોલ્ફિન માછલીઓ જોવા મળી

ગુજરાતના ઓખા દરીયા કાંઠે કરતબો કરતી ડોલ્ફીને પ્રવાસીઓના મન મોહી લીધા
X

અત્યાર સુધી જો આપણે ડોલ્ફિન માછલી જોવી હોય તો ગુજરાત સીવાય અન્ય જગ્યાએ જવું પડતું હતું. પરંતુ હવે ગુજરાતમાં જોવા મળી છે ડોલ્ફિન માછલીઓ.દીવના દરિયા કિનારે આ પહેલા ડોલ્ફીન માછલી કરતબો કરતી જોવા મળી હતી. જ્યારે હવે ગુજરાતમાં ડોલ્ફીન માછલી વધુ એક સ્થળ પર જોવા મળી હતી.ગુજરાતીઓને હવે ડોલ્ફિન જોવા ક્યાંય જવું નહિ પડે.ગુજરાતના ઓખા દરિયાકાંઠે અનેક ડોલ્ફિન માછલીઓ જોવા મળી હતી.

અને આ ડોલ્ફિનોએ કરતબો કરીને પ્રવાસીઓને આશ્ચર્યચકિત કર્યા.હાલ વેકેશન છે. અને કાળઝાળ ગરમીમાં લોકો દરિયા કિનારે જવાનું વધારે પસંદ કરે છે ત્યારે ગુજરાતના દરિયાકિનારે લોકોની ભીડ જામે છે ત્યારે ઓખા દરિયાકિનારે પ્રવાસીઓને એક નવુ નજરાણુ જોવા મળ્યુ હતુ. દરિયામાં ડોલ્ફીનની કરતબો જોઇને આંનદીત થયા હતા. ડોલ્ફીન પોતાની તરકબો કરીને લોકોને મંત્રમુગ્ધ કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા વર્ષથી શિયાળમાં પાણી ચોખ્ખુ થતાં દિવનાં દરિયાકિનારે પણ આ પ્રકારની ડોલ્ફીન કરતબો કરતી જોવા મળે છે. ઓખા, દ્વારકા અને પિરોટન ટાપુમાં દરિયામાં થોડા દૂર જઈએ એટલે બોટની નજીક આવીને ઊંચી છલાંગ નાંખતી ડોલ્ફિન જોવા મળે છે. વાઈલ્ડલાઈન ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાએ 2019માં ગુજરાતમાં હાથ ધરેલા રીસર્ચમાં 232 ડોલ્ફિન જોવા મળી છે. જ્યારે બાકીના રાજ્યો જેવા કે તમિલનાડુ, આંદામાન નિકોબાર ટાપુ સહિતના દરિયાકાંઠામા માત્ર 135ની આસપાસ જ જોવા મળી હતી.

Next Story